ETV Bharat / state

ગુજરાતના પ્રથમ અટલ ફુટ ઓવર બ્રિજનું PM મોદી કરશે ઇ લોકાર્પણ

એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતો આ 300 મીટર લાંબા પુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે 27 ઓગસ્ટ 2022ના દિવસે કરવામાં આવશે. Foot overbridge will be inaugurated by PM Modi ,Riverfront Walkway, PM Modi visit Ahmedabad

ગુજરાતના પ્રથમ અટલ ફુટ ઓવર બ્રિજનું PM મોદી કરશે ઇ લોકાર્પણ
ગુજરાતના પ્રથમ અટલ ફુટ ઓવર બ્રિજનું PM મોદી કરશે ઇ લોકાર્પણ
author img

By

Published : Aug 26, 2022, 2:31 PM IST

અમદાવાદ આપણે ગયા અઠવાડિયે જ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી હતી અને તે જ દિવસે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે (Sabarmati riverfront)પણ એક દાયકો પૂર્ણ કર્યો હતો. અહીં મુલાકાતીઓની સગવડ માટે હવે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં (Sabarmati riverfront foot over bridge) આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને (Riverfront Walkway)જોડતો આ 300 મીટર લાંબા પુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે 27 ઓગસ્ટ 2022ના દિવસે (PM Modi visit Ahmedabad )કરવામાં આવશે.

ફૂટ ઓવર બ્રિજ

એન્જિનિયરિંગની દ્રષ્ટીએ અજાયબી બનશે આ બ્રિજ મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને પશ્ચિમ કાંઠેના ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝાથી પૂર્વ કાંઠે પ્રસ્તાવિત કલા અને સાંસ્કૃતિક પ્રદર્શન કેન્દ્ર સુધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ બ્રિજની ટેક્નોલોજી અને ડિઝાઈન, એમ બંને રીતે અનન્ય છે, જે એન્જિનિયરિંગની દ્રષ્ટીએ અજાયબી બનશે.

ફૂટ ઓવર બ્રિજ
ફૂટ ઓવર બ્રિજ

આ પણ વાંચો આ બ્રિજ ટૂંક જ સમયમાં વધારશે અમદાવાદની શોભા, લોકોને હરવાફરવા માટે મળશે નવું સ્થળ

આયોજન અને અમલીકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ રિવરફ્રન્ટના વિકાસ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ની રચના કરી છે. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (HUDCO), એક મોટી રાષ્ટ્રીય સ્તરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ એજન્સીએ પણ આ પ્રોજેક્ટ માટે લોન પૂરી પાડી હતી. પરંતુ સૌથી નિર્ણાયક પરિબળ શ્રી નરેન્દ્ર મોદી અને SRFDCL બોર્ડની ઇચ્છાશક્તિ હતી જેમાં બ્યુરોક્રસીના વિવિધ સભ્યો, AMCના રાજકીય પ્રતિનિધિઓ તેમજ વ્યાવસાયિક અને તકનીકી નિષ્ણાતો સાથે હતા.

પૂર્વ અને પશ્ચિમ બાજુઓ વચ્ચે જોડાણમાં સુધારો શરૂઆતમાં બોર્ડે સંભવિતતા પરીક્ષણ કર્યું હતું અને યોગ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને સંભવિત આયોજનની કલ્પના કરવામાં આવી હતી, જેમ કે રિવરફ્રન્ટને લોકો માટે સુલભ બનાવવું, ગટરના પ્રવાહને નિયંત્રિત કરવા અને નદીને પ્રદૂષણ મુક્ત રાખવી, ધોવાણનું જોખમ ઘટાડવું,રિવરફ્રન્ટ પાર્ક અને સહેલગાહનું નિર્માણ,શહેરની પૂર્વ અને પશ્ચિમ બાજુઓ વચ્ચે જોડાણમાં સુધારો કરવોઅને આસપાસની વસાહતોને કાયાકલ્પ કરવો.

સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની ઓળખ પાયલોટ પ્રોજેક્ટ વર્ષ2004માં શરૂ કરવામાં આવ્યો અને ત્યાર બાદ કોઈને પ્રતિકૂળ અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પુનઃસ્થાપનના મોટા ભાગના કાર્યો અમલમાં મૂકવામાં આવ્યા હતા. જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે પણ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો હતો પરંતુ આજે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની ઓળખ બની ગયો છે. વર્ષોના વ્યૂહાત્મક આયોજન, સર્વસંમતિ બનાવવાના પ્રયાસો અને નોંધપાત્ર માળખાકીય સુધારાઓ પછી શહેરનું પુનરોથ્થાન કરવામાં આવ્યું. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટેડ ગટરનું પાણી વાળવા માટે વધુ ટકાઉ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. 2012માં વોકવે અને વોટર રાઈડનું ઉદ્ઘાટન કરતી વખતે, નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ્સ ભારતના લોકોને સમર્પિત કર્યા હતા.

આ પણ વાંચો પીએમ મોદીએ કહ્યું, આ દાયકાના અંત સુધીમાં 6જી લોન્ચ કરવાની તૈયારી

સાંસ્કૃતિક વારસાનું સ્થળમાત્ર થોડા જ સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ લોકો માટે મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. નદીની આસપાસ અમદાવાદની ઓળખને ફરી બનાવવાનો અને સાબરમતી નદીના કિનારે શહેરને સંબંધિત વોટરફ્રન્ટ વાતાવરણ આપવાનો પ્રયાસ કરનાર પ્રોજેક્ટને મોટી સફળતા મળી છે. ટકાઉ વિકાસના પ્રતિનિધિ તરીકે સાથે જ સ્થાનીક લોકોને પ્રકૃતિની નજીક લઈ જવા માટે પણ મદદરૂપ થાય છે. ફિટનેસ પ્રેમીઓ અવારનવાર અહીં સવારમાં જોગિંગ અને વોક કરવા આવે છે તો પ્રસંગો અને તહેવારો પણ અહીં ઉજવાય છે.

વોટરફ્રન્ટ વાતાવરણ પ્રદાન માત્ર થોડાક જ સમયમાં, સાબરમતી રિવરફ્રન્ટે અમદાવાદીઓના મનમાંમાટે સાંસ્કૃતિક મહત્વ પ્રાપ્ત કર્યું છે. અમદાવાદને સાબરમતી નદીના કિનારે વોટરફ્રન્ટ વાતાવરણ પ્રદાન કરવાનો અને નદીની આસપાસ અમદાવાદની ઓળખને પુનઃવ્યાખ્યાયિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા પ્રોજેક્ટને મોટા પ્રમાણમાં સફળતા મળી છે. આ સ્થળ માત્ર ટકાઉ વિકાસ જ નહીં પરંતુ લોકોને પ્રકૃતિની નજીક લાવે છે. ફિટનેસના શોખીનો અહીં મોર્નિંગ વોક અને જોગિંગ માટે વારંવાર આવે છે. લોકો અહીં પ્રસંગો અને તહેવારો પણ ઉજવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.