અમદાવાદ: રાજ્યમાં ચોમાસુ આંગણે આવીને ઉભું છે ત્યારે અમદાવાદ શહેરમાં ચાલતા રોડનું કામકાજ હજુ પણ મોટાપાયે બાકી છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં મોટા ભાગના રસ્તા ધોવાઈ જતા હોય છે જેના કારણે હજુ પણ કોર્પોરેશન રોડ બનવવામાં નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્ણ થઈ
નવા રોડ બનેલા ધોવાઈ જશે તો કોન્ટ્રાકટર જવાબદાર: ચોમાસુ શરુ થવાના થોડા જ દિવસો બાકી છે, ત્યારે શહેરમાં (incomplete construstion) મોટાભાગના રોડના કામો અધુરા છે. તંત્રએ પોતાની ભૂલ બીજાના માથે નાખતા જણાવ્યુ હતું કે કવોરીની હડતાળના કારણે અમે રોડ પૂર્ણ કરી શક્યા નથી. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગપાલિકા દ્વારા એક વર્ષમાં વિવિધ ઝોનમાં 60 ફૂટથી નાના રોડ બનવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો જેમાંથી 30 થી 40 ટકા રોડની કામગીરી બાકી છે. જ્યારે 60 ફૂટથી મોટા રોડ બનવાની કામગીરીની વાત કરવામાં આવે તો 28 રોડના કામ બાકી છે. જે ચોમાસા પહેલા પૂર્ણ કરવાની વાત કરવામાં આવી રહી છે. દર વર્ષે નવા રોડ બનાવવામાં આવે છે અને કોન્ટ્રાકરની બેદરકારીથી પ્રથમ વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જાય છે. જેના કારણે આ વર્ષે જે નવા રસ્તા બનાવવામાં આવ્યા છે. તે રસ્તા જો ચોમાસમાં ધોવાઈ જશે તો જેતે કોન્ટ્રેક્ટરને જવાબદાર ગણવામાં આવશે અને તેને પોતાના ખર્ચે તે રસ્તા રીપેરીંગ કરવા પડશે.
આ પણ વાંચો: જિલ્લા-તાલુકામાં શિક્ષકોને લઈને રાજ્ય સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વિપક્ષની બોલતી બંધ થઈ જશે
મોટા ભાગના ઝોનમાં રોડની કામગીરી બાકી: દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 46 રોડ બનાવાના છે જેમાંથી 25 રોડ બન્યા છે અને 21 રોડ બનાવવાના બાકી છે, જ્યારે ઉત્તર ઝોનમાં 25 રોડ બનાવવાના છે જેમાંથી 25 રોડ બન્યા છે અને 21 રોડ હજુ પણ બાકી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 79 રોડ બનાવવાના હતા, જેમાંથી માત્ર 28 જ પૂર્ણ થયા છે અને 51 જેટલા બાકી છે. જ્યારે મધ્ય ઝોનમાં 31 રોડ બનાવવાના છે. જેમાંથી 12 બનાવ્યા છે 3 નું કામ ચાલુ છે અને 16 જેટલા બાકી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં 30 રોડ બનાવવાનાં છે, જેમાંથી 7 પૂર્ણ થયા અને 23 રોડનું કામ ચાલુ છે.