અમદાવાદઃ ભારતીય ચૂંટણી પંચ (ECI)ના વરિષ્ઠ અધિકારીઓની ટીમે અમદાવાદમાં છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) સાથે ચોથી રીઝનલ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. જેમાં રાજ્ય પોલીસ નોડલ અધિકારીઓ(SPNOs) પણ જોડાયા હતા. આ ચોથી કોન્ફરન્સ અગાઉની ત્રણ કોન્ફરન્સમાં પહેલી 31મી ઓક્ટોબરે ચંદીગઢમાં, બીજી 9મી નવેમ્બરે ચેન્નાઈમાં અને ત્રીજી 20મી નવેમ્બરે ગૌહાટીમાં યોજાઈ હતી. આ ત્રણેય બેઠકોમાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી હતી.
ભારતીય ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓમાં સીનિયર ડેપ્યૂટી ઈલેકશન કમિશનર ધર્મેન્દ્ર શર્મા, નિતેશકુમાર વ્યાસ, ડેપ્યૂટી ઈલેક્શન કમિશ્નર અજય ભાદૂ, મનોજકુમાર શાહુ, ડાયરેક્ટર જનરલ(આઈટી) ડૉ. નીતા વર્મા, ડાયરેક્ટર કુ. દીપાલી માસીરકર, સીનિયર પ્રિન્સિપાલ સેક્રેટરી એન. એન. બુટોલિયાએ બેઠકમાં ભાગ લીધો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, તેલંગાણા અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને રાજ્ય પોલીસ નોડલ અધિકારીઓએ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી 2024 માટેની તૈયારીઓ વિશે વિગતવાર રજૂઆતો કરી હતી. લોકસભા 2024 ચૂંટણી સંદર્ભે વિવિધ આયામો જેવા કે કાયદો વ્યવસ્થા, પોલિંગ સ્ટેશન પર એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ, પોલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર પર સમીક્ષા કરવામાં આવી હતી. સૌથી વધુ ચર્ચા સીસ્ટેમેટિક વોટર એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP) પ્રોગ્રામ દ્વારા મતદાર નોંધણી વધારવાની યોજનાઓ, વિવિધ IT એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ, ચૂંટણી ખર્ચનું સંચાલન, વિવિધ મતદાન અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણની પણ સમીક્ષા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.કરવામાં આવી હતી. ECI ટીમે મતદાર યાદી સમાવિષ્ટ છે તેની ખાતરી કરવા માટે મહિલાઓ, યુવાન, વૃદ્ધો, વિકલાંગ વ્યક્તિઓ (PwD), ટ્રાન્સજેન્ડર અને ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથો (PVTG) મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
2024 જેવી કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ (AMF) અને અન્ય મતદાન માળખાની સ્થિતિ તેમજ માનવબળની જરૂરિયાત અને ઉપલબ્ધતા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત, ખાસ કરીને સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP) પ્રોગ્રામ દ્વારા મતદાર નોંધણી વધારવાની યોજનાઓ, વિવિધ IT એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ, ચૂંટણી ખર્ચનું સંચાલન, વિવિધ મતદાન અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણની પણ સમીક્ષા બેઠકમાં ચર્ચા વધુમાં, ECI ટીમ દ્વારા મતદારયાદીના વિશેષ સારાંશ સુધારણા દરમિયાન રાજકીય પક્ષો અને હિતધારકોના પરામર્શ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
SPNO ને ખાસ સલાહ આપવામાં આવી હતી કે તેઓ સમય પહેલા જ ઈનિશિયેટિવ્સ લે, મતદાતાઓ લાલચ વિના અને સુરક્ષિત વાતાવરણમાં મતદાન કરે તે માટેના પ્રયત્નો શરુ કરી દે. અમદાવાદમાં યોજાયેલ ચોથી રીઝનલ કોન્ફરન્સમાં દરેક વરિષ્ઠ અધિકારીઓ અને સહભાગીઓએ સમગ્ર ચૂંટણી શાંત અને સલામત માહોલમાં પૂર્ણ થાય તે માટે તૈયારી દાખવી હતી.