અમદાવાદઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 માટીના વિવિધ પદોની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જીપીએસસી એ 8 જાન્યુઆરી વર્ષ 2023 ના રોજ વર્ગ 1 અને વર્ગ-2 માટે તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસર ના કુલ 102 પદો ઉપર ભરતી પ્રક્રિયા માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જીપીએસી દ્વારા આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 11 જાન્યુઆરીના રોજ બહાર પાડી હતી અને 10 એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પડાઈ હતી.
આન્સર કીમાં વિસંગતતાઃ જીપીએસી જે બંને અલગ અલગ આન્સર કી બહાર પાડી હતી તેમાં પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી માં વિસંગતતા જોવા મળી હતી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવા માટે અયોગ્ય ઠર્યા હતા. આ વિસંગતતાના કારણે પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાની હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી હરિકૃષ્ણ બારોટ દ્વારા આ તમામ પરિણામને લઈને ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ફરિયાદીની રજૂઆત હતી કે, આ પરીક્ષામાં જીપીએસસી દ્વારા ફાઈનલ આન્સર કી અને પ્રોવિઝનલ આન્સર કી માં તફાવત જોવા મળે છે.
વિદ્યાર્થીઓને અન્યાયઃ ઘણી બધી વિસંગતતા પણ ઊભી થઈ છે જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ને અન્યાય થઈ રહ્યો છે. આ સાથે જ નેગેટિવ માર્કિંગના કારણે પણ વિદ્યાર્થીઓના ખોટા રીતે માર્ગ કપાયા છે. આ બધા કારણોના લીધે વિદ્યાર્થીઓ મેન્સ એક્ઝામમાં બેસવા માટે અયોગ્ય સાબિત થઈ રહ્યા છે. જેથી આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
હાઈકોર્ટનો હુકમઃ આ સમગ્ર મામલે અરજદારોની પ્રાથમિક રજૂઆતો સાંભળ્યા બાદ હાઇકોર્ટે હાલ અરજદાર વિદ્યાર્થીઓને મેઇન પરીક્ષા માટેનું ફોર્મ ભરવા દેવા તેમજ પરીક્ષામાં બેસવા દેવા માટે હુકમ કર્યો છે. આ સાથે જ જે પણ અરજદાર પરીક્ષા થયો છે તેમના પરિણામને અલગ એક સીલ કવરમાં રાખવા માટે પણ કોર્ટે gpscને આદેશ કર્યો છે. હાલ પૂરતું વિદ્યાર્થીઓને આ બાબતે હાઇકોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે. આ સાથે જ નોંધનીય છે કે, આવતીકાલે એટલે કે તારીખ 10 મેના રોજ પણ અન્ય 40 જેટલી છે. અરજીઓ છે તેના ઉપર પણ હાઇકોર્ટ ટ સુનાવણી માટે પરવાનગી આપી છે. જેમાં આવતીકાલે હાઇકોર્ટ પોતાનો ફેસલો સંભળાવશે તે પણ મહત્વનો બની રહેશે. જોકે આ મામલે વધુ વિગતવાર સુનાવણી સાત જૂનના રોજ હાથ ધરાશે.