ઉલ્લેખનીય છે કે, સોનભદ્રની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. ત્યારે તેના પડઘા હવે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા ડૉ. મનીષ દોશી, પ્રભારી રાજીવ સાતમ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંંત કોચરબ આશ્રમની બહાર પોલીસ દ્વારા મહિલાઓ સાથે પણ દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને પોલીસની ગાડીઓમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.