અમદાવાદ અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમનું રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી જે હાઇકોર્ટ તરફથી આપવામાં આવી છે. તેમાં સાબરમતી આશ્રમના રીડેવલોપમેન્ટ અંગે હાઇકોર્ટે મહત્વના નિર્દેશ જારી કર્યા છે. સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ મુદ્દે હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મહત્ત્વના નિર્દેશ કર્યા છે. આ સાથે જ આશ્રમના રીડેવલપમેન્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તેનો રિપોર્ટ પણ રજૂ કરવા માટે હાઇકોર્ટે નિર્દેશ કર્યા છે.
એએમસીને પાસે રિપોર્ટ માંગ્યો અમદાવાદમાં આવેલ અને વિશ્વપ્રખ્યાત એવા સાબરમતી આશ્રમના રીડેવલોપમેન્ટનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો. સાબરમતી આશ્રમ રીડેવલોપમેન્ટ માટે ગુજરાત હાઇકોર્ટ લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ આશ્રમનું રિડેવલપમેન્ટનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તેવા પ્રશ્નનો જવાબ માંગતા હાઇકોર્ટે એએમસીને પાસે રિપોર્ટ માંગ્યો છે.
બાંહેધરી મુજબની કામગીરીનો રિપોર્ટ હાઇકોર્ટે એએમસીને નિર્દેશ કર્યા છે કે, સરકારે આપેલા બાંહેધરી મુજબની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવે. સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટને લઈને જે મોટો પ્રોજેક્ટ હાઇકોર્ટમાં પહોંચ્યો છે તેમાં આશ્રમના રીડેવલપમેન્ટનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં આશ્રમના ડેવલોપમેન્ટ માટેની કામગીરી ક્યાં સુધી પહોંચી છે, પ્રોજેક્ટમાં કેવા કેવા પ્રકારનો બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ બાબતોથી વાકેફ કરવામાં આવે એવો પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. પ્રોજેક્ટની કામગીરી ક્યારથી શરૂ થશે અને રીડેવલપમેન્ટની ઝીણામાં ઝીણી વિગતો રિપોર્ટમાં આપવામાં આવે એવા હાઇકોર્ટ નિર્દેશ કર્યા છે.
આ પણ વાંચો સાબરમતી આશ્રમના રી-ડેવલપમેન્ટ સામે ગાંધીવાદીઓએ કર્યો વિરોધ, જાણો શું બાબત...
રિપોર્ટ 10 માર્ચે કોર્ટને સોંપવામાં આવશે આ રિપોર્ટમાં સરકારે આપેલી બાંહેધરી મુજબનો જ રિપોર્ટ હોવો જોઈએ એવી પણ હાઇકોર્ટે તાકીદ કરી છે. મહત્વનું છે કે અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આશ્રમના રીડેવલપમેન્ટ માટેની તમામ બાબતોથી તેઓ અવગત હોવા જોઈએ. તે બાબતને કોર્ટે ધ્યાનમાં રાખતા એવો પણ નિર્દેશ કર્યો છે કે આશ્રમના રીડેવલોપમેન્ટ માટેના તમામ બાબતોથી અરજદારને વાકેફ કરવા. આ સમગ્ર મામલે એએમસીએ કોર્ટને કહ્યું છે કે આશ્રમના રીડવલપમેન્ટ માટેની કામગીરીનો રિપોર્ટ 10 માર્ચે કોર્ટને સોંપવામાં આવશે.
શો છે વિવાદ અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરમતી આશ્રમને રીડેવલપમેન્ટ કરવા માટે સરકાર દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ સાબરમતી આશ્રમના રીડવલોપમેન્ટને લઈને ગાંધીજીના પ્રપોત્ર તુષાર ગાંધીએ આનો વિરોધ નોંધાવતા આ મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમજ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આશ્રમમાં રહેતા લોકો દ્વારા પણ આ મામલે ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સરકાર દ્વારા હાઇકોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ આશ્રમને મૂળ સ્થિતિમાં જ રાખવા માંગે છે એના આજુબાજુના વિસ્તારને તેઓ આધુનિક સ્વરૂપ આપવા માંગે છે. સરકારની આ બાહેધરી આપવાની સાથે જ હાઇકોર્ટ આશ્રમના રીડવલોપમેન્ટ માટે લીલી ઝંડી આપી હતી.