આ ઘટનાને લઈને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે સુરેન્દ્રનગરમાં હાર્દિક સાથે જે ઘટના બની એ નિંદનીય છે. લોકશાહીમાં આવું ન બનવું જોઈએ. આ ઘટનાની કાયદાકીય રીતે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હાર્દિક એ રાજનીતિમાં આવવા માટે સમાજમાં ભાગલા પાડ્યા છે. સમાજમાં અશાંતિ ફેલાવી, સમાજના લોકોને ગેરમાર્ગે દોર્યા છે.
હાર્દિક રાજનીતિમાં આવવા માટે અનેક લોકોનો ભોગ લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે આ જે ઘટના બની છે તેમાં ભાજપનું કોઇ લેવાદેવા નથી. ભાજપા ક્યારે પણ કોઇ હિંસામાં માનતી નથી કે કોઅ પણ હિંસાને સમર્થન પણ આપતી નથી. લોકસાહીમાં આ પ્રકારની ઘટના શરમજનક છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઇએ. જેણે પણ લાફો માર્યો છે એ વ્યક્તિ એ સ્પષ્ટ કહ્યું કે, મેં કોઈના કહેવાથી લાફો માર્યો નથી. તેથી કોંગ્રેસ આવી ખોટી રાજનીતિ ના કરે અને જે પણ હશે તે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.