વિપક્ષના નેતાઓએ મેયર અને ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, આજ એટલે કે મંગળવારથી લગભગ 3 મહિના પહેલા આ વીએસ હોસ્પિટલમાં દર્દીઓ દવા માટે લાઈનોમાં ઉભા રહેતા હતા. જો કે સુપર સ્પેશિયાલિટી સારવાર બંધ કરતા વીએસ ખાલીખમ બની છે. તેમજ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(MCI) દ્વારા વીએસ હોસ્પિટલમાંથી SVP હોસ્પિટલમાં ડોક્ટર ટ્રાન્સફર કરવા માટે જે મંજૂરી માગી હતી, તેને કાઉન્સિલ દ્વારા ના પાડવામાં આવી હોવા છતાં વીએસમાંથી SVP હોસ્પિટલમાં ડોક્ટરના સ્ટાફને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.જેને લઈ વિપક્ષે આ મુદ્દે કોર્ટમાં પણ જવા તૈયારી બતાવી છે.
આ મુદ્દે ચર્ચા કરતા મેયર બિજલ પટેલ જણાવે છે કે, "જયારે વી એસ હોસ્પટલની સુપર સ્પેશ્યાલિસ્ટ સર્વિસને SVP માં ટ્રાન્સફર કરી છે ત્યારે જે તે ડીપાર્ટમેન્ટ વી એસ માં ખાલી જ જોવા મળે. 1200 બેડની હોસ્પિટલને 500 બેડની સુપર સ્પેશ્યલિસ્ટ વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે"