પ્રાપ્ત વિગતો અનુસાર, ફિલ્મ પદ્માવત રીલીઝ ન થાય તે માટે કરણી સેના અને અન્ય રાજપુત સેના દ્વારા વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવામાં આવ્યા હતા. સાથે જ થિયેટર અને મલ્ટીપ્લેક્સના માલિકોને કરણી સેના દ્વારા ઘમકી આપવામાં આવી હતી. જેને લઇને ફિલ્મ રીલીઝ થઇ શકી ન હતી પરંતુ ફિલ્મ રીલીઝના એક દિવસ પહેલા અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં હિંસા પણ ભભુકી ઉઠી હતી. વાહનોને આંગ ચાંપવામાં આવી હતી. તે અંગેની તમામ માહિતી ગૃહ વિભાગ દ્વારા મંગાવવામાં આવી છે.
આગાઉ પણ કરણી સેના અને રાષ્ટ્રીય કરણી સેના દ્વારા રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સાથે જો રાજ્ય સરકાર કેસ પાછા નહિ ખેંચે તો આંદોલન કરવાની પણ ચિમકી આપી હતી. પરંતુ હવે ગૃહ વિભાગે પત્રમાં પોલીસ વડા પાસેથી માહીતી માંગી હતી કે, પદ્માવતના વિરોધ પ્રદર્શન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવા રાજ્ય સરકારને રજૂઆત મળી હતી. જે સંદર્ભે રાજ્ય સરકારે કેસ પરત ખેંચવાનો નિર્ણય લેતા નોંધાયેલા કેસોની જિલ્લાવાર અદ્યતન માહિતી ગૃહ વિભાગને તાત્કાલિક મોકલી આપવી.