અમદાવાદ : દેશની સૌથી મોટી બીજા નંબરની ભગવાન જગન્નાથ રથયાત્રા 20 જૂન 2023ના રોજ અમદાવાદ જમાલપુર ખાતે નીકળશે. જેમાં 100 વધુ ટ્રકો, 30 જેટલા અખાડા, અનેક ભજન મંડળી જોડાશે. આ ઉપરાંત ભગવાન જગન્નાથની રથયાત્રામાં દેશભરમાંથી 2000થી વધુ સાધુ સંતો આવશે, પરંતુ ભગવાન એકમના દિવસે સોનાવેશ ધારણ કરે છે. આ સોનાવેશ વર્ષમાં એક જ વખત ભગવાન ધારણ કરતા હોય છે, જેની પાછળ એક મહત્વ રહેલું છે. તો આવો જાણીએ કે આ સોના સોનાવેશનું મહત્વ શું છે.
ભગવાન એકમના દિવસે સોનાવેશ ધારણ કરે છે આ સોનાવેશ પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે. ઓરિસ્સામાં એક રાજાએ ભગવાન જગન્નાથને પોતાના રાજ્યનું સર્વ સંપત્તિ સોના-ચાંદીના દાગીના ભગવાનને અર્પણ કર્યા હતા. તે સમયે ભગવાન જગન્નાથે સોનાવેશ ધારણ કર્યો હતો. જ આ પરંપરા ચાલી આવી રહી છે. તેથી ભગવાન જગન્નાથની રથયાત્રા જે દિવસે નીકળે છે. તેના આગળના દિવસે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરે છે. આજ પરંપરા અંતર્ગત ઓરિસ્સા ખાતે આવેલા જગન્નાથપુરી અને અમદાવાદ ખાતે આવેલા ભગવાન જગન્નાથ એકમના વિશે સોનાવેશ ધારણ કરી દર્શન આપે છે. - દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિરના મહંત)
યજમાન કર્યા વસ્ત્રો અર્પણ : અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે નેત્રોત્સવ, સોનાવેશ, મંગળા આરતી અને ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળે તે સમયે જે વસ્ત્રો પહેરે છે. તેવા વસ્ત્રો યજમાન દ્વારા આજે મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ભગવાન જગન્નાથના વસ્ત્રો આ વખતે ખાસ વિશેષ જોવા મળી રહ્યા છે. જેમાં કલકત્તાથી મખમલ કાપડ પર તૈયાર કરનાર કુશળ કારીગરોના દ્વારા વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે.
અયોધ્યામાં મુગટ આપવામાં આવશે : અયોધ્યાની અંદર ભગવાન રામનું ઐતિહાસિક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથના નવા રથોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે ભગવાન રામનું પણ મંદિર નિર્માણ થતું હોવાથી ભગવાન રામના નાના મુગટો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જે મંદિર નિર્માણ થયા બાદ અયોધ્યા ખાતે આ મુગટ ભગવાન રામને અર્પણ કરવામાં આવશે.