અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા બળાત્કાર, ગુનાખોરી મોટા પ્રમાણમાં જોવા મળી રહે છે રાજ્યમાં દરિયાકિનારો પણ ખૂબ જ વિશાળ હોવાને કારણે નશીલા પદાર્થોનું પણ ગુજરાતમાં પ્રવેશ કરે છે. પરંતુ ગુજરાત પોલીસ દ્વારા તેના પદાર્થને ગુજરાતમાં આવે તે પહેલા જપ્ત કરી લેવામાં આવે છે. આવા ગુનેગારો ને પોલીસ કસ્ટડીમાં મૂકવામાં આવે છે. પરંતુ લોકસભાના સાંસદ થરુંવલ્લમ થોલ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનથી ગૃહ મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કે કસ્ટોડિયલ સૌથી વધુ જોવા મળ્યું છે.
"ગાંધી સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા ક્સ્ટોડીયલ ડેથ ના કિસ્સા એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સિવિલ સોસાયટી કાયદાના શાસનથી ચાલે છે. પરંતુ ભાજપ સરકારના શાસનમાં ક્સ્ટોડીયલ ડેથ AN ABUSE OF POWER ચાડી ખાય છે. છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 81 જેટલા આરોપી કસ્ટોડિયલ ડેથ સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે છે"-- હિરેન બેન્કર (કોંગ્રેસ પ્રવક્તા)
છેલ્લા પાંચ વર્ષમાં આંકડા: છેલ્લા પાંચ વર્ષમાં આંકડા વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ટોર્ચર,સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ ન મળવા સહિતના કારણે આ આરોપીઓના મોત થઈ રહ્યા છે. સાથે જ ગુજરાતમાં સતત માનવ અધિકારોનું મોટા પ્રમાણે ઉલ્લંઘન થઈ રહ્યું છે. જે ખૂબ જ ચિંતાનો વિષય ગણી શકાય છે. વર્ષ 2022માં ગુજરાતમાં સૌથી વધુ 24 જેટલા લોકોના પોલીસ કસ્ટડીમાં જ મોત થયા હતા. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના રિપોર્ટમાં કસ્ટડીયલ ડેથના આંકડાએ સરકારની પોલ ખુલ્લી નાખી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કસ્ટોડિયલ ડેથના 2017 18 માં 14, 2018-19 માં 13, 2019 -20માં 12, 2021-22માં 24 અને 2022-23 માં 15 જેટલાં લોકો ક્સ્ટોડીયલ ડેથ થયા છે.
અન્ય રાજ્યોની સરખામણી: સમગ્ર દેશમાં 164 લોકોના મોત લોકસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અન્ય રાજ્યોની સરખામણી વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં કસ્ટડીયલ ડેથમાં ગુજરાતમાં સૌથી વધુ 81 લોકોના મોત થયા છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં 80, ઉત્તર પ્રદેશમાં 41, તમિલનાડુમાં 36, બિહારમાં 48 લોકોના મોત થયા છે. જેમાં ચાલુ વર્ષમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 23 લોકોના કસ્ટોડિયલ ડેટ થયા છે. એટલે ચાલુ વર્ષ દરમિયાન 20223 માં સમગ્ર દેશમાંથી 164 જેટલા છે.