અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક અસ્થિર મગજની યુવતી ઘરમાં એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઈ આ નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રામસિંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી. આ તરફ પોલીસે યુવતીના પરિવારજનની ફરિયાદ લઈ યુવતીનું મેડિકલ પરિક્ષણ કરાવી આગળની વધુ તપાસ શરુ કરી છે.
આ અંગે જે. ડિવિઝનના ACP રાજપાલ રાણાએ જણાવ્યું હતું કે, યુવતી અસ્થિર મગજની હતી જેથી આરોપીએ એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી.