આરોપી હિતેશ દેસાઈ 2012-13માં ક્લાર્ક તરીકે રાજપથ ક્લબમાં જોડાયા હતા. ત્યારે તેમનો પગાર 7000 રૂપિયા હતો. ત્યાં તે એન્ટ્રી માટેના કાર્ડનું વેરિફિકેશન કરવાનું કામ કરતો હતો. ત્યારબાદ ફોર્મ વેરિફિકેશન અને ઇન્ટરવ્યુ માટેની એક્સેલ શીટ બનાવવાનુ કામની સાથે ડેટા એન્ટ્રીનું કામ પણ કરતો હતો.
પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં આરોપી દ્વારા પોતે કૌભાંડ કર્યા હોવાનું કબૂલ્યું હતું અને કુલ 40 લોકોને મેમ્બરશીપ આપી હોવાની કબૂલાત કરી હતી. આરોપી હિતેશ દેસાઈએ પોતે એકલા હાથે આ કૌભાંડ આચર્યું હોવાનું સ્વીકાર્યું હતું અને બીજા કોઈ પણ વ્યક્તિની સંડોવણી ન હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું.