ETV Bharat / state

દલિતો પરના નિવેદન મુદ્દે થયેલી FIR રદ કરવા રાજ શેખાવતની હાઈકોર્ટમાં રિટ દાખલ - FIR રદ્દ કરવા રાજ શેખાવતની હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ: કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કચ્છના રાપરમાં દલિત સમુદાય વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દાખલ થયેલી પોલીસ ફરિયાદને રદ કરવા માટે મંગળવારે હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરી છે. રાજ શેખાવતે ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીન અરજી પણ હાલ પેન્ડિંગ છે.

દલિતો પરના નિવેદન મુદ્દે થયેલી FIR રદ્દ કરવા રાજ શેખાવતની હાઈકોર્ટમાં રિટ દાખલ
દલિતો પરના નિવેદન મુદ્દે થયેલી FIR રદ્દ કરવા રાજ શેખાવતની હાઈકોર્ટમાં રિટ દાખલ
author img

By

Published : Dec 5, 2019, 7:11 PM IST

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી મુદ્દે બુધવારે જસ્ટિસ બી.એન. કારીયા સમક્ષ અરજદારના વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે, આ કેસના ફરિયાદી અનુસુચિત જનજાતિની મુદ્દે ફરિયાદ કરવામાં હિસ્ટ્રીશીટર છે અને 30મી જુલાઈ 2018થી 24 ઓક્ટોબર 2019 સુધીના સમયગાળામાં અનુસુચિત જનજાતિ મુદ્દે 25 FIR કરી હોવાની રજુઆત કરી હતી. અરજદારના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે, આ પ્રકારની ફરિયાદમાં સમગ્ર પરિવાર સામેલ છે પિતાની ફરિયાદમાં દિકરો અને તેનો ભાઈ સાક્ષી બને છે તો ક્યારેક દિકરાની ફરિયાદમાં પિતા સાક્ષી બને છે. ફરિયાદને વ્યવસાય બનાવી પૈસાના પડાવવામાં આવતા હોવાનો અરજદારના વકીલે આક્ષેપ કર્યો હતો.

અરજદારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સમાજમાં સમાન અધિકાર મળે તેના માટે અનુસુચિત જનજાતિ અને આદિજાતિ સમાજ માટે ખાસ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો છે, પરતું કેટલાક લોકો તેનો દુર-ઉપયોગ કરીને પૈસા પડાવે છે. રામજી ભદ્રુ નામના સ્થાનિક દલિત આગેવાનને રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે, રાજ શેખાવતે જાહેર કાર્યક્રમમાં રાપર તાલુકા અનુસુચિત જાતિ ખેતી સમુદાયિક સહકારી મંડળીને આપવામાં આવેલી જમીન પર દલિત સમુદાયના લોકો આવે તો તેમને ખત્મ કરી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ધમકીના ભાગરૂપ રાપર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

પોલીસે IPCની કલમ 153(અ) (બી), 504, અને 506 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નીચલી કોર્ટે આરોપી રાજ શેખાવતના જામીન ફગાવતા ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

Intro:કર્ણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કચ્છના રાપરમાં દલિત સમુદાય વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દાખલ થયેલી પોલીસ ફરિયાદને રદ કરવા માટે મંગળવારે હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરી હોવાની વિગતો સામે આવી છે. રાજ શેખાવતે ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીન અરજી પણ હાલ પેન્ડિંગ છે. Body:હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી મુદે બુધવારે જસ્ટીસ બી.એન. કારીયા સમક્ષ અરજદારના વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે આ કેસના ફરિયાદી અનુસુચિત જનજાતિની મુદે ફરિયાદ કરવામાં હિસ્ટ્રીશીટર છે અને 30મી જુલાઈ 2018થી 24 ઓક્ટોબર 2019 સુધીના સમયગાળામાં અનુસુચિત જનજાતિ મુદે 25 FIR કરી હોવાની રજુઆત કરી હતી. અરજદારના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે આ પ્રકારની ફરિયાદમાં સમગ્ર પરિવાર સામેલ છે પિતાની ફરિયાદમાં દિકરો અને તેનો ભાઈ સાક્ષી બને છે તો ક્યારેક દિકરાની ફરિયાદમાં પિતા સાક્ષી બને છે. ફરિયાદને વ્યવસાય બનાવી પૈસાના પડાવવામાં આવતા હોવાનો અરજદારના વકીલે આક્ષેપ કર્યો હતો.

અરજદારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સમાજમાં સમાન અધિકાર મળે તેના માટે અનુસુચિત જનજાતિ અને આદિજાતિ સમાજ માટે ખાસ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો છે પરતું કેટલાક લોકો તેનો દુર-ઉપયોગ કરીને પૈસા પડાવે છે. રામજી ભદ્રુ નામના સ્થાનિક દલિત આગેવાનને રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે રાજ શેખાવતે જાહેર કાર્યક્રમમાં રાપર તાલુકા અનુસુચિત જાતિ ખેતી સમુદાયિક સહકારી મંડળીને આપવામાં આવેલી જમીન પર દલિત સમુદાયના લોકો આવે તો તેમને ખત્મ કરી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ધમકીના ભાગરૂપ રાપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. Conclusion:પોલીસે આઈપીસીની કલમ 153(અ) (બી), 504, અને 506 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નીચલી કોર્ટે આરોપી રાજ શેખાવતના જામીન ફગાવતા ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.