પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ગૃહિણી એવા સેજલ શાહે ગરમીથી બચવા પોતાની ગાડીને ગાયના છાણથી લીંપણ કર્યું હતું. તેમજ સેજલબેન જણાવે છે કે," અમદાવાદ આવ્યાને તેઓને 7 વર્ષ થયા છે. અમદાવાદ આવતા તેઓને જોયું તે અમદાવાદની ગરમીથી તો ત્રાહિમામ પોકારી જવાય છે ત્યારે સેજલ બેને વિચાર્યું કે, એવું કઈ કરવું છે જેથી ગરમી ઓછી લાગે.
જો કે, તેઓએ તેમના ઘરમાં મેં અમુક રૂમમાં તો ગોબરથી લીપણ કરેલું જ છે અને તેને કારણે જ તેઓને વિચાર આવ્યો કે, ગાડી પાર પણ કેમ લીંપણ ના કરું...? આ જ વિચાર સાથે તેમણે લીંપણ કર્યું અને આજે ૨૨ દિવસ થયા છે આ લીપણ કર્યાને. આ લીપણ કરતા તેઓને ૨ દિવસ લાગ્યા હતા. અને કોઈ ખરાબ દુર્ગંધ પણ આવતી નથી. વધુમાં સેજલબેન જણાવ્યું કે, "હું લોકોને પણ એ જ કહીશ કે તમે પણ કુદરતી વસ્તુ નો ઉપયોગ કરો જેના લીધે પર્યાવરણ પણ સચવાય અને જીવન જીવવામાં પણ આનંદ આવે."