અમદાવાદ ચાઈનીઝ દોરી પર સુપ્રીમ કોર્ટ તેમ જ કાયદાકીય રીતે પ્રતિબંધ (A ban on Chinese Door) હોવા છતાં પણ ચાઈનીઝ દોરીને (A ban on Chinese Door) ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. તેમ જ કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. ચાઈનીઝ દોરીના વેચાણના કારણે અનેક વ્યક્તિઓના મૃત્યુ અને ઈજા થવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો પશુ અને પક્ષીઓ પણ નુકસાન થઈ રહ્યું છે.
HCમાં થઈ છે અનેક પિટિશન ચાઈનીઝ દોરીઓના (A ban on Chinese Door) કારણે હાઇકોર્ટમાં પણ પિટિશન (Gujarat High Court on Chinese Door ) થયેલી છે. તંત્ર અને પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના પ્રતિબંધ (A ban on Chinese Door) ઉપર કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ અનેક જગ્યાએથી ચાઈનીઝ દોરીઓ વેચનારા અને બનાવનારા પકડવામાં આવતા હોય છે. ત્યારે લોકોએ ચાઈનીઝ દોરીથી બચવા થઈને ઉપાયો શોધી કાઢ્યા છે. ત્યારે આવો જાણીએ લોકો ચાઈનીઝ દોરીના ઉપયોગથી બચવા માટે શું કરી રહ્યા છે.
લોકો સળિયા લગાવા મજબૂર ચાઈનીઝ દોરીથી (A ban on Chinese Door) બચવા લોકો પોતાના વ્હિકલ્સ પર સળિયા લગાવડાવી રહ્યા છે. કારણ કે, આ સળિયા એ સૌથી મોટા સેફટી તરીકે ચાઈનીઝ દોરીનો રામબાણ ઈલાજ છે. શૈલેષભાઈએ ETV bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરીનો પ્રતિબંધ (A ban on Chinese Door) છતાં પણ લોકો બેફામ રીતે ચાઈનીઝ દોરીઓનું વેચાણ અને ઉપયોગ કરે છે. જોકે, ચાઈનીઝ દોરીના લીધે લોકોના જીવન ઉપર પ્રશ્નો ઊભા થાય છે તેથી અમે અમારી સેફટી માટે થઈને આ સળિયો લગાવતા હોય છે.
સેફ્ટીનો પહેલો સવાલ છે બાળકોને સ્કૂલે લેવા અને મૂકવા જવા માટે અમે મોટરસાયકલનો જ ઉપયોગ કરીએ છીએ, જેનાથી બાળકો પણ આની પર બેસતા હોય છે. તેથી તેમની સેફટીનો સૌથી પહેલા સવાલ રહે છે. આના માટે થઈને ખાસ કરીને દરેક લોકોએ પોતાની સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ સળિયો લગાવવો જ જોઈએ. ચાઈનીઝ દોરીએ (A ban on Chinese Door) ગેરકાયદેસર છે. તેથી જે પણ આવા લોકો આનો ઉપયોગ કરતા હોય તેના પર કડક કાર્યવાહી પણ થવી જોઈએ.
ઈજાથી બચાવશે સળિયો સેફટી તરીકે સળિયા લગાવનારા મહેશભાઈએ જણાવ્યું હતું કે, અમારી પાસે દરરોજના 40થી 50 લોકો પોતાના વાહનો લઈને આવતા હોય છે. આ સળિયો લગાવી જતા હોય છે. કારણ કે, અત્યારે દોરીથી બચવા માટે અને દોરી એટલે જીવલેણ હોય છે કે, માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. તે માટે થઈને ખાસ કરીને આ સળિયાનો (Protection from Chinese door) લોકોને ઈજા પામતા બચાડે છે.
આ પણ વાંચો ચાઈનીઝ દોરીને લઈને રાજયનું પોલીસ તંત્ર એક્શન મોડમાં, ડભોઈ પોલીસ અને SOGની ટીમનો સપાટો
HCએ આપ્યા સૂચનો ચાઈનીઝ દોરીથી બચવા માટે થઈને લોકો કહે છે કે, ચાઈનીઝ દોરી છે તો જીવલેણ, પરંતુ તેના માટે થઈને ઘરની બહાર નીકળવું ટાળી તો ન શકાય. એટલા માટે અમે સેફટી માટે આ સળિયાનો તેમ જ ગળામાં પહેરવામાં આવતા પટ્ટાનો પણ ઉપયોગ કરીએ છીએ. મહત્વનું છે કે, ચાઈનીઝ દોરીના (A ban on Chinese Door) પ્રતિબંધિત (A ban on Chinese Door) અમલવારી માટે થઈને હાઈકોર્ટ દ્વારા સરકારને અનેક સૂચનો આપવામાં આવ્યા હતા. તેને લઈને હાઇકોર્ટે (Gujarat High Court on Chinese Door) કહ્યું હતું કે, જેમ ચૂંટણીમાં તમે પ્રચાર કરો છો તેમ ચાઈનીઝ દોરીને દુરૂપયોગિતા અંગે પણ પ્રચાર કરવો.
આ પણ વાંચો ચાઈનીઝ દોરી વેચતાં 10 વિક્રેતાઓની કરાઇ ધરપકડ, પોલીસે આપ્યો સંદેશ
400થી વધુની ધરપકડ સાથે જ અમદાવાદ શહેર પોલીસ પણ ચાઈનીઝ દોરી પર સકંજો રાખવામાં કોઈ પણ ઢિલાશ છોડી નથી રહી. ચાઈનીઝ દોરીના વેચાણ કરનાર સામે ધરપકડ પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી વેચનારા 400થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસને અત્યાર સુધીમાં ચાઈનીઝ દોરીના (A ban on Chinese Door) વેચાણની કુલ 338 ફરિયાદો મળી ચૂકી છે, જેનાઆધારે 400થી વધુ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે હજારોની સંખ્યામાં ચાઈનીઝ દોરીના રિલનો જથ્થા પણ કબજે કર્યા છે.
300થી વધુ વાતઃ હજી ગઈકાલ સુધી જ અમદાવાદ શહેરમાં પોલીસને કંટ્રોલરૂમના 100 નંબર ઉપરથી ચાઈનીઝ દોરીના વેચાણને લઈને 309 જેટલી રજૂઆતો મળી હતી. આમાંથી 29 ગુના નોંધી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ચાઈનીઝ દોરીના ઉપયોગના કારણે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા અનેક પ્રકારના કામગીરી કરવામાં આવી રહી છે. છતાં પણ લોકો ચાઈનીઝ દોરીના વેચાણમાં (A ban on Chinese Door) લઈને ગેરરીતિ દાખવી રહ્યા છે. ત્યારે લોકોએ હવે પોતાની રીતે જ ચાઈનીઝ દોરીથી બચવા માટેના ઉપાયો શોધી લીધા છે.