અમદાવાદ: વર્ષ 2023ને મિલીટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વર્લ્ડ ફૂડનો કાર્યક્રમ દિલ્હી ખાતે યોજાશે. જેની અંદર ફૂડ પ્રોસેસિંગ અને એગ્રી બિઝનેસને પ્રોત્સાહન આપવામાં આવશે. જેમાં ખાસ કરીને ખેડૂતોને કેવી રીતે વધુ આવક મળે અનાજમાંથી બનાવેલી વિવિધ વાનગીઓને પણ કેવી રીતે પ્રોત્સાહન મળે તે માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સંદર્ભમાં આજે અમદાવાદમાં એક ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓની બેઠક યોજાઇ હતી. જેની અંદર ગુજરાતના પૂર્વ કૃષિપ્રધાન રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા.
બાજરી રોટલો અમેરીકા પહોંચ્યો: નોલેજ ચેમ્બર ઓફ ઇન્ડિયાના સભ્ય ધવલ રાવલએ જણાવ્યું હતું કે," 2023નું વર્ષ એ મિલિટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને આગામી 3 થી 5 નવેમ્બરમાં વર્લ્ડ ફૂટ ઇન્ડિયાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. જેનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જેના સંદર્ભમાં આજે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતની ઓળખ એટલે કે બાજરી અમેરિકા સુધી પહોંચી છે. જેમાં બાજરીનો રોટલો અને રાગીનું સૂપ પીરસવામાં આવે છે. ત્યારે વધુમાં વધુ આવી વાનગીને કેવી રીતના પ્રોત્સાહન મળે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
"આજે જે મિટિંગ મળી છે તે ખૂબ જ અગત્યની છે. સમગ્ર વિશ્વ વર્લ્ડ ફૂડ ડે ની ઉજવણી કરી રહ્યુ છે. તમામ દેશોએ સાથે મળીને જ આંતરરાષ્ટ્રીય મિલીટ્સ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તે સમયે તેમણે ખેડૂત ખેતી ક્ષેત્રેમાં કઈ રીતે આગળ વધે તે માટે જે પ્રયત્ન કર્યા હતા. તેને આપણે આજે ભૂલી શકીએ નહીં. જેના થકી જ આજે બાજરીનો રોટલો અમેરિકા પહોંચ્યો છે. ઘરે ઘરે જઈને ખેડૂતોનું ઉત્પાદન વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો દેશમાં ખેતી આગળ વધશે તો જ દેશ આગળ વધશે. ખેતીએ જીવનની જરૂરિયાત વસ્તુ છે"-- રાઘવજી પટેલે (કૃષિ પ્રધાન)
પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા: વધુમાં જણાવ્યું હતું કે જ્યારથી વાઇબ્રન્ટ મહોત્સવ શરૂ થયા છે. ત્યાંરથી જ દેશમાં ઉત્તરાઉતર પ્રગતિ થઈ રહ્યો છે. મિલીટ્સ ધાન્ય ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે. જેના થકી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉત્તમ છે. આ બાબતે પણ સરકાર બિલકુલ સજાગ જોવા મળી રહી છે. હમણાં જ આપણું જીરું વિદેશની અંદર રિજેક્ટ થયું હતું. જેના મુખ્ય કારણ હતું કે જંતુનાશક દવાઓનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.એટલા માટે આપણે આ પ્રાકૃતિક ખેતી ઉપર વધારે ભાર આપી રહ્યા છીએ હાલમાં 4.5 લાખથી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.