અમદાવાદ: અમદાવાદમાં ચાલી રહેલી કબડ્ડી પ્રિમિયર લીગના બીજા દિવસે તમિલ થલાઇવ્સ અને દબંગ દિલ્હી સામે કડક મુકાબલો જોવા મળ્યો હતો. તમિલ થલાઈવ્સના સ્ટાર રેઇડર અજિંક્ય પવાર દમદાર દેખાવ કરતા દિલ્હી દબંગને 42-31થી હરાવ્યું હતું. હરીફાઈની શરૂઆતમાં બંને પક્ષોની પ્રારંભિક મિનિટોમાં જોરદાર ટક્કર સાથે થઈ હતી. શરૂઆતની ટકકરમાં બંને ટીમોએ બે-બે પોઇન્ટ મેળવ્યા હતા, જેમાં અજિંક્ય પવાર અને નવીન કુમારે તેમની ટીમને આઉટ કરી હતી. કોઈ પણ પક્ષ પહેલા નમતું જોખવા તૈયાર ન હતો, અને તમિલ થલાઇવ્સે પાછળથી ખૂબ જ મજબૂત દેખાવ કર્યો હતો.
તમિલ થલાઇવ્સે દબંગ દિલ્હીને હરાવ્યું: પ્રથમ હાફના બીજા તબક્કામાં પણ આ ટ્રેન્ડ જોરદાર ચાલુ રહ્યો હતો, તમિલ થલાઇવ્સની સામે દબંગ દિલ્હી કે.સી.એ મુકાબલો કર્યો હતો અને હરીફ ટીમને સારી એવી સરસાઈ મળવા દીધી ન હતી. અજિંક્ય પવાર અને સાહિલ ગુલિયાએ તમિલ થલાઇવ્સ માટે બાજી સંભાળી હતી, જ્યારે નવીન અને આશુ મલિક દબંગ દિલ્હી કે.સી. ટીમ માટે ટક્કર જાળવી રાખી હતી. પ્રથમ હાફ પૂરો થવાને આરે હતો ત્યારે તમિલ થલાઇવ્સ મનજીત પર ઓલઆઉટ થઈ ગયું હતું અને સરસાઈ મેળવી લીધી હતી. દબંગ દિલ્હી કે.સી. ટક્કર ઝુલી શક્યું ન હતું અને ઝડપથી ગિયર્સમાંથી પસાર થઈ ગયા, જેમાં નવીને સુપર રેઇડ નોંધાવી. હાફ-ટાઇમે, તમિલ થલાઇવ્સ 4 પોઇન્ટથી આગળ હતા, જ્યારે હરીફાઈ મજબૂત અને ખરેખર ખરાખરીની ટક્કર હતી.
દમદાર મુકાબલો: દબંગ દિલ્હી કે.સી.ને બીજા હાફમાં અગાઉની સ્થિતિ ને આગળ ધપાવવાની જરૂર હતી, અને તેઓએ વિરામ લીધા પછી પોતાનીં તમામ તાકાત લગાવી દીધી તેમ છતાં, તમિલ થલાઇવ્સ જોરમાં હતા. અજિંક્ય પવારે તેની સુપર 10 નોંધાવી હતી, અને તેને નરેન્દર અને હિમાંશુએ મદદ કરી હતી, જેણે બીજા હાફની શરૂઆતમાં 6-પોઇન્ટની લીડ સુધી ખેંચવામાં મદદ કરી હતી. આ સમયે, તમિલ થલાઇવ્સ તેમની લીડ પર આગળ વધવા માંગતા હતા, અને અજિંક્ય 20-પોઇન્ટની દોડ તરફ આગળ વધી રહ્યો હતો.
તમિલ થલાઇવ્સનો દબદબો: જોકે, અંતિમ દસ મિનિટમાં, રમત તમિલ થલાઇવ્સની તરફેણમાં આવી, જેઓ તમામ વિભાગોમાં શાનદાર દેખાવ કરી રહ્યા હતા. દબંગ દિલ્હી કે.સી.એ બીજા હાફમાં કોઈ કસર છોડી ન હતી, જો કે, કેટલાક કિસ્સાઓ એવા હતા કે જ્યાં તેમના મોઢામાંથી કોળિયો છીનવાઈ ગયો હતો, અને વિરોધીઓએ તેનો પૂરો લાભ ઊઠાવ્યો હતો. આખરે, યલો ડ્રેસમાંના પુરુષો, તમિલ થલાઇવ્સે એ લાઇન પર આક્રમણ કર્યું, અને પ્રમાણમાં સરળતાથી સ્પર્ધા જીતી લીધી. મહત્વપૂર્ણ છે કે, આજે (સોમવારે) પીકેએલ સીઝન 10માં પ્રથમ મેચ પુણેરી પલટન અને જયપુર પિંક પેન્થર્સ વચ્ચે રાત્રે 8 વાગ્યે રમાશે. જ્યારે બીજી મેચ બેંગલુરુ બુલ્સ અને બંગાલ વોરિયર્સ વચ્ચે રાત્રે 9 વાગ્યે રમાશે.