ETV Bharat / state

ભારતીય રેલવેનું ખાનગીકરણ યોગ્ય દિશાનું પગલું નથીઃ અર્થશાસ્ત્રી - Privatization of Indian Railways

ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે એક ડગલુ ભર્યું છે. ત્રણ ખાનગી ટ્રેનો ખાનગી રાહે ચલાવવા આપી છે, અને તાજેતરમાં જ 109 રૂટ પર 151 આધુનિક ટ્રેનો માટે રીક્વેસ્ટ ફોર કવૉલિફિકેશન મંગાવ્યા છે. જો કે તેનો ચારેકોરથી વિરોધ થયો છે.

ભારતીય રેલવેનું ખાનગીકરણ યોગ્ય દિશાનું પગલું નથીઃ અર્થશાસ્ત્રી

author img

By

Published : Jul 9, 2020, 10:54 PM IST

અમદાવાદ: રેલવેપ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે રેલવેનું ખાનગીકરણ નહી કરાય, પણ આધુનિક ટ્રેનો દોડાવવા માટે પીપીપી મોડલ દ્વારા ચલાવાશે. નવી આધુનિક ટ્રેનો શરૂ કરાશે પણ જૂના રૂટ પર જે ટ્રેન ચાલે છે, તેના પર કોઈ અસર પડશે નહી, તમામ ટ્રેનો રાબેતામુજબ જ રહેશે. પીપીપી મોડલ દ્વારા જે ટ્રેનો ચલાવાશે, તેનાથી રોકાણ આવશે, રોજગારીમાં વધારો થશે. યાત્રીકોને વધુ સારી અને અત્યંત આધુનિક સુવિધા મળશે. અને વિશ્વ સ્તરીય યાત્રાનો અનુભવ મળશે. જો કે હાલ રેલવેના ખાનગીકરણનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જેના પર બ્યૂરો ચીફ ભરત પંચાલે અમદાવાદ સ્થિત જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ સાથે એક્ઝક્લૂસિવ વાતચીત કરી છે, જોઈએ આ મુલાકાત...

ભારતીય રેલવેનું ખાનગીકરણ યોગ્ય દિશાનું પગલું નથીઃ અર્થશાસ્ત્રી
હાલમાં ભારતીય રેલવે દ્વારા ત્રણ ટ્રેનોનું સંચાલન ખાનગી રાહે થાય છે. આઈઆરસીટીસી દ્વારા ત્રણ ટ્રેન ચલાવાય છે. લખનૌથી નવી દિલ્હી, અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેન ચાલી રહી છે. અને વારાણસી- ઈન્દોર વચ્ચે કાશી-મહાકાલ ટ્રેન ચાલે છે. આ ખાનગી રાહે ચાલતી ટ્રેનની જેમ જ હવે નવી ટ્રેનો દોડવવા માટે ભારત સરકારે તૈયારી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.