અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે 2022ના રોજ ગુજરાતની મુલાકાતે (PM Modi Gujarat visit)આવવાના છે. સવારે લગભગ 10 વાગ્યે, વડાપ્રધાન નવનિર્મિત રાજકોટમાં આટકોટ ખાતેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ કે. ડી. પી.ની મુલાકાત (KDP Multispeciality Hospital) લેશે. ત્યારબાદ સ્થળ પર જાહેર કાર્યક્રમમાં તેઓ સંબોધન કરશે. લગભગ બપોરે 4 કલાકે, વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' (Sahakar Se Samriddhi)પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન (Nano urea plant in Kalol)પણ કરશે.
-
Will be in Gujarat today, where I will be attending programmes in Rajkot and Gandhinagar. These programmes cover key sectors such as healthcare, cooperatives and farmer welfare. https://t.co/xgbcRSAPnR
— Narendra Modi (@narendramodi) May 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Will be in Gujarat today, where I will be attending programmes in Rajkot and Gandhinagar. These programmes cover key sectors such as healthcare, cooperatives and farmer welfare. https://t.co/xgbcRSAPnR
— Narendra Modi (@narendramodi) May 28, 2022Will be in Gujarat today, where I will be attending programmes in Rajkot and Gandhinagar. These programmes cover key sectors such as healthcare, cooperatives and farmer welfare. https://t.co/xgbcRSAPnR
— Narendra Modi (@narendramodi) May 28, 2022
આ પણ વાંચોઃ IPLની ફાઈનલ મેચ જોવા જવાના છો? તો આ રસ્તેથી ન જતા નહીં તો થશો હેરાન
સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ - ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ પણ વાંચોઃ Bharat Drone Mahotsav 2022: વડાપ્રધાન મોદીએ ડ્રોન ટેક્નોલોજીને લઈને કહી આ મહત્વની વાત
નેનો યુરિયા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન - વડાપ્રધાન લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.
રાજકોટના આટકોટમાં વડાપ્રધાન - કે.ડી.પી. મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની મુલાકાત વડાપ્રધાન દ્વારા લેવામાં આવી રહી છે, તેનું સંચાલન પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તે ઉચ્ચતમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડશે. આ મુલાકાત પછી વડાપ્રધાન જાહેર સમારોહમાં સંબોધન કરશે.