- અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું લોકાર્પણ
- દેશના વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ કર્યું લોકાર્પણ
- જાપાન અને ભારત વચ્ચે સંબંધ થશે વધુ ગાઢ - મોદી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(Ahmedabad Management Association)માં જાપાની ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. જે દરમિયાન દેશના વડાપ્રધાને જણાવ્યું કે, ભારત અને જાપાન વચ્ચેના સંબંધો અને મૈત્રી ધુમાં વધુ મજબૂત થશે. ગુજરાત આવીશ, ત્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (Ahmedabad Management Association)ની મુલાકાત ચોક્કસ કરીશ તેવું તેમણે જણાવ્યું છે.
![દેશના વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીનું કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-02-ama-pm-modi-kaizen-zen-video-story-7208977_28062021103828_2806f_1624856908_683.jpg)
ગુજરાતમાં જાપાનની સ્કૂલો સિસ્ટમનું એક મોડેલ બને - મોદી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ વર્ચ્યુઅલ સંબોધન સમયે જણાવ્યું કે, ઈન્ડો જાપાન ફેનસીપ એસોસિએશન ઓફ ગુજરાતના સાથીઓને અભિનંદન આપું છું જેણે ભારત જાપાનના સંબંધોને ઉર્જા આપવાનું સતત કામ કર્યું છે. જાપાન ઇન્ફોર્મેશન અને સ્ટડી સેન્ટર પણ આની મિશાલ છે. મને કહેવામાં આવ્યું છે કે, રાજ્યની એક યુનિવર્સિટી જાપાનની ભાષા શીખવવા માટે કોર્સ શરૂ કરવાની છે હું ઇચ્છું છું કે, ગુજરાતમાં જાપાનની સ્કૂલો સિસ્ટમનું એક મોડેલ બને જાપાનની સ્કૂલ સિસ્ટમમાં જે રીતે આધુનિકતા શ્રમ અને નૈતિક મૂલ્યો પર જોર આપવામાં આવ્યું છે. તેનાથી હું પ્રશંસક રહ્યો છું ભારત અને જાપાન જેટલા પ્રગતિ અને ઉન્નતિ માટે સમર્પિત રહ્યા છે. તેટલાં જ આંતરિક શાંતિ અને પ્રગતિને પણ મહત્વ આપ્યું છે. જાપાની ઝેન ગાર્ડન શાંતિની આંખો જને આ સાદગીની સુંદર અભિવ્યક્તિ છે. ભારતના લોકોએ સદીઓથી જે શાંતિ સહજતા અને સરળતા યોગ તથા અધ્યાત્મ દ્વારા શીખ્યા છે. સમજ્યા છે તેની એક ઝલક જોવા મળી રહી છે. તેવી જ રીતે જાપાનમાં ઝેન છે તો ભારતમાં ધ્યાન છે. જે વર્ગમાં આપણા ઈરાદાની મજબૂતાઈથી સતત આગળ ધપાવી રહ્યું છે. આપણી ઇચ્છા શક્તિઓમાં જીવતાજાગતા સબૂતો પ્રાપ્ત થઈ રહ્યા છે.
જાપાનના લોકોને ગુજરાતમાં પણ મળશે પ્રતિસાદ - મોદી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ વધુમાં ઉમેરીને કહ્યું કે, કાર્યક્રમ સાથે જોડાયેલા જાપાનના આપણા અતિથિ જાણે છે કે, મારો વ્યક્તિગત રીતે જાપાન સાથે કેટલો લગાવ રહેલો છે. જાપાનના લોકોને કાર્યશૈલી કૌશલ અને અનુસાશન હંમેશા પ્રતિભા વિત કરનારા રહ્યું છે. તેથી હું કહું છું કે i wanted to created મિની જાપાન in gujarat જેની પાછળ મુખ્ય લક્ષ્યાંક અને મુખ્ય ભાવ જાપાનના લોકો ગુજરાત આવે તો તેમણે જાપાનમાં જેવો ભાવ મળે છે. જે પ્રકારે પ્રતિસાદ મળે છે તેવો જ પ્રતિસાદ અહીં પણ મળી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રારંભથી જ જાપાની કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું છે. આજે પણ વાઇબ્રન્ટ સમિટમાં જે મોટા મોટા ડેલિગેશન આવે છે. તેમાંથી એક જાપાનનું પણ હોય છે. જાપાની ગુજરાતની ધરતી પર અહીંયાના લોકોના સાર્મથ્યમાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે જોઈને સંતોષ થઇ રહ્યો છે. જાપાન અને જાપાનના લોકોને ટોક્યો ઓલમ્પિકના આયોજન માટે પણ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું.
આ પણ વાંચોઃ જૂઓ, કેવું છે મોદી દ્વારા લોકાર્પણ પામેલું જાપાની ઝેન ગાર્ડન...
PM મોદીએ મનની નહિ દિલની વાત કરી છે
છેલ્લા ઘણા સમયથી અમે જાપાન અને ભારત સાથેના મૈત્રી સંબંધો, શૈક્ષણિક સંબંધો સંસ્કૃતિક સંબંધો, વ્યવસાયિક કાર્યક્રમો કરી રહ્યા છે. જાપાન સ્ટડી ઈન્ફોર્મેશન સેન્ટર પણ અહીં બનાવવામાં આવ્યું છે. ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રી કરાર થયા અને અમે ત્યાં ગયા જેમાં પ્રસ્તાવ મૂક્યો હતો. જાપાનથી એક શિપમેન્ટ જેને અવાજી ટાઇલ્સ કહીએ છે. તેઓએ ભેટ સ્વરૂપ અમને અહીં મોકલ્યા છે. ઝેન ગાર્ડનની જે ખાસિયત છે અને અમદાવાદમાં મિની જાપાન લાવવાનું લક્ષ્ય જોવા મળી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મનની વાત પછી પોતાના દિલની વાત કરી છે. 20 હજાર કરોડથી પણ વધુ રોકાણ જાપાની કર્યું છે, ત્યારે ભારતમાં આ પ્રકારની પહેલો પ્રયોગ છે ગુજરાત તેનું પહેલું ગૌરવ રહેલું છે.જેનો આનંદ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (Ahmedabad Management Association)અને સમગ્ર ગુજરાત વાસીઓને થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડના ટ્યૂલિપ ગાર્ડનને પ્રકાશ જાવેડકરે ગણાવ્યું દેશનું ગૌરવ