ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી, 370 ફરિયાદો AMCને મળી - અમદાવાદ વરસાદ વરસતા ખાડા પડ્યા

અમદાવાદમાં બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે તંત્રની કામગીરીની પોલ ખુલ્લી થઈ છે. શહેરમાં ભારે વરસાદ વરસવાથી પાણી ભરાવા, ભુવા પડવા, ઝાડ ધરાશાયી થવા જેવી અનેક ફરિયાદ સામે આવી છે. જેને લઈને AMC વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. 200 કરોડનો ખર્ચો બનાવેલા રોડ તૂટી જતા કૌભાંડ અને ભ્રષ્ટાચારના પ્રહાર સામે આવ્યા છે.

Ahmedabad News : અમદાવાદમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી, 370 ફરિયાદો AMCને મળી

author img

By

Published : May 30, 2023, 3:48 PM IST

અમદાવાદમાં વરસાદ વરસતા તંત્રની પોલ ખુલ્લી

અમદાવાદ : રાજ્યનો સૌથી ઝડપી વિકાસનું શહેર અમદાવાદ છે. જેને સ્માર્ટ સિટીમાં ગણતરી તો કરવામાં આવે છે, પરંતુ ચોમાસાની ઋતુમાં સ્માર્ટ સિટીની હાલત ખૂબ જ ગંભીર જોવા મળે છે. શહેરમાં થોડોક જ વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરવાના દ્રશ્યો અને રોડ પર ભુવા પડવાના દ્રશ્યો સામે આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના બજેટ ફાળવીને કરવામાં આવતી કામગીરી પર પણ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવવાના દ્રશ્યો સામે આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ પ્રમોશન એક્શન પ્લાન અંતર્ગત કામગીરી કરવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ બે દિવસ પહેલા પડેલા વરસાદમાં તેમની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી થઈ છે. સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પ્રીમિયમ કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થયો છે. - શહેઝાદ ખાન (વિપક્ષ નેતા)

રોડમાં ભ્રષ્ટાચાર : વધુમાં આક્ષેપ કરતા વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે બાબતે વર્લ્ડ બેન્ક પાસેથી 300 કરોડની લોન લીધી હતી. આ કાર્ય થવાથી અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાઓનું કાયમી ઉકેલ આવશે, પરંતુ આંતરિક જૂથવાદને લઈને આ વર્લ્ડ બેન્કએ લોનને અટકાવી દેવામાં આવી છે. જેથી કામ થઈ શક્યું નથી અને જેના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે. પ્રથમ વરસાદમાં જ સમગ્ર અમદાવાદમાં રોડ તૂટવાના શરૂ થઈ ગયા છે. ગત વર્ષ દરમિયાન અને ચાલુ વર્ષ મળીને કુલ 200 કરોડનો ખર્ચો બનાવેલા રોડ પણ તૂટી જતા કૌભાંડ અને ભ્રષ્ટાચારવામાં આવી રહ્યું છે. ગત વર્ષે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પણ આ વર્ષે ઉભી થાય તો તેમાં નવાઈ નહીં.

370 ફરિયાદો AMCને મળી : બે દિવસ પહેલા પહેલા ભારે વરસાદથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમને 370 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં ઝાડ પડવાની 75 ફરિયાદ, વરસાદી પાણી ભરાવાની 256 ફરિયાદ, જુદા જુદા કંટ્રોલ રૂમ ખાતે અલગ અલગ 21 ફરિયાદ, રોડ સેટલમેન્ટની 12 ફરિયાદ તેમજ ભુવા અને બ્રેક ડાઉન થવાની 6 ફરિયાદ નોંધાઈ હતી.

  1. Ahmedabad Rain : અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
  2. Hemkund Sahib Yatra: ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે શ્રી હેમકુંડ સાહિબની યાત્રા સ્થગિત
  3. Ahmedabad Rain News : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે વરસાદ વરસવાની શક્યતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.