અમદાવાદ ડેસ્ક: પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.
" class="align-text-top noRightClick twitterSection" data=""અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતા. ત્યારબાદ અમે આ યોજના વિશે જાણ્યું. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂપિયા 1,20,000ની આર્થિક સહાય મળી છે, જેમાં પહેલા રૂપિયા 30,000નો હપ્તો, ત્યારબાદ રૂપિયા 50,000 અને છેલ્લે સરકાર તરફથી અમને ઘર બાંધવા માટે રૂપિયા 40,000 નો હપ્તો મળ્યો છે. અમને બધા હપ્તા મળી ગયા, ને હવે અમારે ધાબાવાળું પાકું મકાન બની ગયું છે. આ ઘરમાં હવે અમે ખૂબ શાંતિથી રહીએ છીએ અને આ સહાય માટે અમે મોદી સાહેબનો તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ખૂબ આભાર માનીએ છીએ.”--કુંદનબેન દેવમુરારી (સુરેન્દ્રનગરના જસાપર ગામના લાભાર્થી)
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ખેડા જિલ્લાના ભરતભાઇનું પાકા મકાનનું સપનું સાકાર થયું... #PMAY #AwasYojana #Gujarat #GovernmentSchemeSuccess pic.twitter.com/BoxNodAuUY
— Gujarat Information (@InfoGujarat) May 5, 2023
">પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ખેડા જિલ્લાના ભરતભાઇનું પાકા મકાનનું સપનું સાકાર થયું... #PMAY #AwasYojana #Gujarat #GovernmentSchemeSuccess pic.twitter.com/BoxNodAuUY