અમદાવાદઃ કોરોના વાઇરસના સંક્રમણને લઈને અનેક પદાધિકારીઓની અવધિ વધારવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિમાંશુ પંડ્યાની અવધી 16 મે, 2019 ના રોજ પૂરી થાય છે. પરંતુ હિમાંશુ પંડ્યાને રિપિટ કરવામાં આવે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.
ગુુજરાત યુનિવર્સિટીના કુલપતિનો કાર્યકાળ સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે હોય છે. હિમાંશુ પંડ્યા 15 મેં, 2017માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમાયા હતા.નવા કુલપતિની શોધ કરવા સર્ચ કમિટી નિમાય છે. જે આ માટે જાહેરાત આપીને તેમનું સિલેક્શન કરીને, સરકારને ઉમેદવારોના નામ પહોંચાડવાનું કાર્ય કરે છે.
રાજ્યપાલ વતી સરકાર ત્રણ નામો પૈકી એક નામ પર કે પોતાના પસંદગીના યોગ્ય વ્યકતિ પર મંજુરીની મહોર મારે છે, પરંતુ હાલના સંજોગોને જોતાં સર્ચ કમિટી દ્વારા જાહેરાત આપવામાં આવી હતી,ત્યારે અત્યારે કેટલા આવેદન આવ્યા છે ? શું પ્રક્રિયા છે ? તે મુદ્દે સરકારને એટલે કે, રાજ્યપાલને વિગતો મોકલી અપાઈ છે.
જો કે ગુજરાત યુનિવર્સિટીમાં કામનું ભારણ અને વર્તમાન કોરોના વાઇરસના લોકડાઉનમાં અનેક કામગીરી બાકી હોવાથી નવા કુલપતિની જગ્યાએ ડૉ. હિમાંશુ પંડ્યાને રીપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.