અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે. જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે 1 નવેમ્બર અથવા 2 નવેમ્બરે ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની પૂરી શક્યતા છે. તે પહેલા આવો જાણીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસ અને રાજકીય પક્ષોની હાલની સ્થિતિ પર ETV Bharatના વિશેષ અહેવાલમાં. (Gujarat Assembly Election 2022)
1962માં 2022 સુધી ગુજરાતમાં બેઠકો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી કુલ 182 બેઠકો છે. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે 1962માં વિધાનસભામાં કુલ 154 બેઠકો હતો. જેમાં નવા સીમાંકન કર્યા બાદ 1967માં કુલ બેઠકો 168 થઈ હતી. ત્યાર બાદ નવા ફેરફારો પછી 1975માં કુલ 182 બેઠકો થઈ હતી. જે હજી સુધી ચાલી આવે છે. (Gujarat Election 2022)
ભાજપ કરતા કોંગ્રેસની ઐતિહાસિક જીત ભાજપનો સૂર્યોદય ગુજરાતનો રાજકીય ઇતિહાસ ખૂબ ઉથલપાથલવાળો રહ્યો છે. પણ 1995થી ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી આવી છે, અને ત્યારથી સ્થિર શાસન રહ્યું છે. 1995માં ભાજપને 121 બેઠક મળી હતી. 1998માં ભાજપને 117 બેઠક મળી હતી. 2002માં ભાજપે 127 સૌથી વધુ બેઠક પર જીત મેળવી હતી. આમ જોવા જઈએ તો 1985માં કોંગ્રેસ 149 બેઠક જીત્યું હતું. જે ઐતિહાસિક બહુમતી નોંધાયેલી છે. 2007માં ભાજપને 117 બેઠક મળી હતી, 2012માં ભાજપ 115 બેઠક જીત્યું હતું અને 2017માં માત્ર 99 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. (gujarat assembly party wise seats)
કોંગ્રેસની જીત ભાજપની સામે કોંગ્રેસની વાત કરીએ તો 1985માં કોંગ્રેસને 149 ઐતિહાસિક બેઠક પર જીત મેળવી હતી, ત્યાર પછી 1990માં માત્ર 33 બેઠક પર વિજય થયો હતો. 1995માં 45 બેઠક, 1998માં 53 બેઠક, 2002માં 51 બેઠક, 2007માં 59 બેઠક, 2012માં 61 બેઠક અને 2017માં 77 બેઠક પર જીત મેળવી હતી. (Gujarat Assembly Elections Polls 2022)
ભાજપ ભાજપ ગુજરાતમાં 1995ના વર્ષથી એટલે કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. ભાજપે મુખ્યપ્રધાનના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને જ આગળ રાખીને ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન તેમની જાહેરસભામાં CM ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા થાકતા નથી. ભાજપ કરેલા વિકાસના કામોને પ્રજા સમક્ષ લઈ જઈને ચૂંટણી લડશે. ‘ભરોસાની ભાજપ સરકાર’ એ સુત્રથી ભાજપ ચૂંટણીમાં જાહેરાત કરી રહી છે. ભાજપને વિશ્વાસ છે કે ગુજરાતી પ્રજા તેમની સાથે છે, અને 150 બેઠક સાથેના સંકલ્પ લઈને પ્રચાર કરી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારને કારણે ભાજપ ઢીલી પડી છે, અને ચિંતિંત પણ છે. ભાજપ પાસે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બે મોટા ચહેરા છે, જેના સહારે જીતનો પરચમ લહેરાશે, તેવો આશાવાદ રાખી રહ્યા છે.(BJP announced candidates gujarat elections)
કોંગ્રેસ 27 વર્ષ બાદ પરિવર્તન લાવવા માટે કોંગ્રેસે ચુપચાપ પ્રચાર શરૂ કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે. ‘કામ બોલે છે’ અને ‘હવે પરિવર્તન’ સુત્ર હેઠળ પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદમાં જાહેરસભા કરીને 8 વચન આપીને ગયા છે. તે પછી કોંગ્રેસના કોઈ સિનિયર નેતા પ્રચાર માટે આવ્યા નથી. કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં આખી કોંગ્રેસની ટીમ જોતરાયેલી હતી. હવે કોંગ્રેસના પ્રમુખપદે મલ્લિકાર્જુન ખડગે આવી ગયા છે અને તેઓ કોંગ્રેસને નવી દિશા આપશે, તેવો આશાવાદ છે. મલ્લિકાર્જુન ખડગે માટે પહેલી પરિક્ષા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. કોંગ્રેસે ભૂતકાળમાં કરેલા કામના સહારે ચૂંટણી લડશે. કોંગ્રેસને હવે ભાજપ અને આમ આદમી પાર્ટીને ડિફેન્સ કરવાની છે. અને તેમની પાસે રાહુલ ગાંધી એક જ મોટો ચહેરો છે.(Congress announced candidates gujarat elections)
આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલા ખૂબ જ આક્રમકતાથી પ્રચાર કર્યો છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને રાઘવ ચઢ્ઢા વારંવાર ગુજરાત આવીને જાહેર સંવાદ અને સભા કરી છે. ‘એક મોકો કેજરીવાલને’ એ સૂત્ર સાથે આપ ચૂંટણી લડી રહી છે. 300 યુનિટ સુધી વીજળી ફ્રી, અદ્યતન સરકારી શાળામાં શિક્ષણ ફ્રી, દરેક વિસ્તારમાં મહોલ્લા ક્લિનિક, આરોગ્ય સેવા ફ્રી, બેરોજગારોને ભથ્થું, મહિલાઓને સન્માન રાશિ, વિગેરે અનેક વચનો આપ્યા છે. આનાથી ગુજરાતનો લોઅર મિડલ ક્લાસ આકર્ષાયો છે. આપે આક્રમક પ્રચાર કરીને ભાજપને ડરાવ્યો છે જરૂર. હવે કેટલા મત અને કેટલી બેઠકોને પ્રભાવી કરી શકે છે તે ચૂંટણીના પરિણામ બતાવશે.(AAP announced candidates gujarat elections )
મતદારોની કુલ સંખ્યા ગુજરાતમાં ચૂંટણી પંચની છેલ્લી મતદાર યાદી મુજબ કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે. જેમાં પુરુષ મતદારો 2 કરોડ 53 લાખ 36 હજાર 610 છે અને મહિલા મતદારો 2 કરોડ 37 લાખ 51 હજાર 738 છે. તેમજ 1417 ટ્રાન્સજેન્ડર મતદારો છે. ગુજરાતમાં હવે 4 કરોડ 90 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને નવી સરકારને ચૂંટશે.