ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને લઇને પોલીસ દ્વારા પુરેપુરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરક્ષામાં તથા સલામતીમાં કોઈ કચાસ ન રહી જાય તેનું પોલીસ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા 1.20 લાખથી વધુ લોકોના પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે.
પોલીસ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોના આધાર કાર્ડ તથા જરૂરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને તે બાદ તમામ લોકોના આઈ કાર્ડ બનાવવામાં આવશે. આઈ કાર્ડ વિના કોઈપણ વ્યક્તિને મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં એટલું જ નહીં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય આવશે તો તેની પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે.