ETV Bharat / state

પોલીસ સંભારણા દિવસઃ ધંધુકા પોલીસે રન ફોર યુનિટી હેઠળ 5 કિમી દોડ લગાવી

પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ધંધુકા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પોલીસના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પોલીસના જવાનોએ રન ફોર યૂનિટી તેમજ ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજી શહીદ પોલીસના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા.

પોલીસ સંભારણા દિવસઃ ધંધુકા પોલીસે રન ફોર યુનિટી હેઠળ 5 કિમી દોડ કરી

author img

By

Published : Oct 28, 2020, 10:36 PM IST

  • પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ધંધુકા પોલીસે કાર્યક્રમો યોજ્યા
  • ધંધુકા પીઆઈએ શહીદ પોલીસ જવાનોના પરિવારની કરી મુલાકાત
  • દોડ સહિત ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ
  • 1થી 3 ક્રમાંકે આવનારા સ્પર્ધકોને ઈનામથી કરાયા સન્માનિત
  • શહીદ પોલીસ જવાનોની યાદમાં શાળામાં મૂકાયા ફોટા

ધંધુકાઃ પોલીસ સંભારણા દિવસ અંતર્ગત ધંધુકા પોલીસે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રન ફોર યુનિટી, ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. પોલીસના જવાનોએ રન ફોર યુનિટી હેઠળ 5 કિમીની દોડ કરી હતી. ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય. બી. ગોહિલે ધંધુકાના રોજકા ગામમાં શહીદ થયેલા અર્જુનસિંહ કિરીટસિંહ વાળાના પરિવારને મુલાકાત લીધી હતી અને જે-તે શાળામાં શહીદ જવાનની યાદમાં સ્મૃતિ ચિહ્નરૂપે ફોટા મૂકવામાં આવ્યા છે. જ્યારે ધોલેરા તાલુકાના સાંઢિડા ગામના શહીદ જવાન શાંતુભા બાલુભા ચુડાસમા આસિસ્ટન્ટ પીએસઆઈ તરીકે અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. તેઓ પણ શહીદ થયા હતા. ધંધુકા પીઆઈએ તેમના પરિવારની પણ મુલાકાત લીધી હતી. આ સાથે શહીદ જવાનની યાદમાં ફોટો મૂકવામાં આવ્યો હતો.

પોલીસ સંભારણા દિવસઃ ધંધુકા પોલીસે રન ફોર યુનિટી હેઠળ 5 કિમી દોડ કરી
પોલીસ સંભારણા દિવસઃ ધંધુકા પોલીસે રન ફોર યુનિટી હેઠળ 5 કિમી દોડ કરી

દોડમાં પોલીસ સ્ટાફ સહિત કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા

પોલીસ સંભારણા દિન અંતર્ગત રન ફોર યુનિટીમાં 5 કિમી દોડ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધંધુકા પોલીસનો સ્ટાફ, જીઆરડી, કિકાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકાના વિદ્યાર્થીઓ તેમ જ એનએસયુઆઈના સભ્યો, મામલતદાર કચેરીનો સ્ટાફ તેમ જ અન્ય યુવાનો જોડાયા હતા. આમ, આજે યોજવામાં આવેલી રન ફોર યુનિટીની 5 કિમીની દોડ સ્પર્ધામાં 1થી 3 નંબર મેળવનારા સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા. દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર પંકજ સારોલાને પ્રમાણપત્ર તથા શિલ્ડ અપાયા હતા. તેવી જ રીતે ચિત્ર, નિબંધ, વકૃત્વ જેવી સ્પર્ધાઓમાં પણ 1થી 3 ક્રમાંક મેળવનારા સ્પર્ધકોને ધંધુકા પોલીસે પ્રમાણપત્રો અને ઈનામ આપી સન્માનિત કર્યા હતા.

ધંધુકાના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા

કાર્યક્રમમાં જોડાયેલા યુવાનોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ, આ કાર્યક્રમ અંતર્ગત ધંધુકા નગરના અગ્રણીઓ તેમજ ગામડાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અક્સર ગ્રૂપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.