ETV Bharat / state

ઓરેવા કંપનીના મેનેજરને સાથે રાખી પોલીસે શરૂ કરી તપાસ, ઝૂલતા પૂલના કરાર સહિતના દસ્તાવેજ કર્યા કબજે - Ajanta Oreva Chairman Jaysukh Patel

મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટના કેસમાં (Morbi Bridge Collapse) પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ઓરેવા ગૃપના મેનેજર દિપક પારેખને (Oreva Company Manager) સાથે રાખીને કંપનીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમ જ પોલીસે ઓરેવા કંપનીમાંથી પૂલના (Police investigation with Oreva Company Manager) કરાર સહિતના મહત્વના દસ્તાવેજ કબજે કર્યા હતા.

ઓરેવા કંપનીના મેનેજરને સાથે રાખી પોલીસે શરૂ કરી તપાસ, ઝૂલતા પૂલના કરાર સહિતના દસ્તાવેજ કર્યા કબજે

author img

By

Published : Nov 4, 2022, 8:32 AM IST

અમદાવાદ મોરબીમાં 30 ઓક્ટોબર (રવિવારે) ઝૂલતો પૂલ તૂટી પડવાથી 130થી વધુ લોકોના મૃત્યુ (Morbi Bridge Collapse) થયા છે. ત્યારે હવે પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખને (Oreva Company Manager) સાથે રાખીને તપાસ કરી હતી. સાથે જ પોલીસે કંપનીમાંથી પૂલના કરાર સહિતના મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા હતા

મહત્વના દસ્તાવેજ કબજે કરાયા બીજી તરફ પોલીસની એક (Police investigation with Oreva Company Manager) ટીમે ઝૂલતા પુલનું (Morbi Bridge Collapse) સમારકામ કરનારા ધાંગધ્રાના કોન્ટ્રાક્ટર પ્રકાશ લાલજી પરમાર અને દેવાંગ પ્રકાશ પરમાર પિતા–પૂત્રના ઘરે પણ તપાસ કરી હતી. સાથે જ પોલીસ પૂલના રિનોવેશનને લગતા મહત્વના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. જોકે, પોલીસ દ્વારા અન્ય કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં નથી આવી. હાલમાં આ કેસમાં ઝડપાયેલા ઓરેવા કંપનીના 2 મેનેજર (Oreva Company Manager) અને રિનોવેશન કરનાર ધાંગધ્રાના પિતા–પૂત્ર પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ દ્વારા આરોવા કંપનીમાંથી પૂલના કરાર સહિતના મહત્વના રેકર્ડ દસ્તાવેજ કબ્જે કરી આ બનાવની તપાસ કરી રહેલી SIT ટીમ સમક્ષ રજૂ કરાયા છે.

જયસુખ પટેલ સામે નામજોગ ફરિયાદ નહીં મોરબીની પૂલ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) મુખ્ય જવાબદાર કંપની ઓરવા ગૃપના માલિક જયસુખ પટેલ (Ajanta Oreva Chairman Jaysukh Patel) સામે પોલીસ ફરિયાદ ન થવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 130થી વધુ લોકોના ભોગ લેનારી આ દુર્ઘટનામાં જયસુખ પટેલ (Ajanta Oreva Chairman Jaysukh Patel ) સામે નામજોગ ફરિયાદ દાખલ ન થતા સરકાર અને પોલીસ સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. તો હવે પોલીસ પૂલના કરારના દસ્તાવેજી રેકર્ડના આધારે પણ તપાસ આગળ વધારે તેવી શકયતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.