અમદાવાદ શહેરમાં એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ (robbery case in Ahmedabad) દ્વારા સતત પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ અને ચેકપોસ્ટ બનાવીને કાયદો વ્યવસ્થા જળવાય તેવા પ્રયાસ કરાયા છે, ત્યારે બીજી તરફ ગુનેગારો હજુ પણ સક્રિય હોય તેવું સામે આવ્યું છે. અમદાવાદના કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને બીજા સિક્યુરિટી ગાર્ડને મારી લૂંટ ચલાવવામાં આવી હતી. જે મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. (Kalupur Metro Station robbery)
શુું છે સમગ્ર મામલો કલ્લુ વણઝારા નામના 33 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તે ગુજરાત કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને હાલમાં કંપનીએ સ્ટર્લીંગ એન્ડ વિલ્સન કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોવાથી સ્ટર્લીંગ કંપનીની કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતેની સાઈટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. 19મી તારીખે તેઓની રાત્રે 8:00 વાગે નોકરી પર પહોંચ્યા હતા, ત્યારે નોકરીના પોઇન્ટથી થોડે અંદરના ભાગે સ્ટોર પાસે તેઓના રીલીવર મોહમ્મદ મુનાફ સૈયદ બેઠા હતા. (Ahmedabad Crime Case)
જાનથી મારી નાખવાની ધમકી તેઓની પાસે ત્રણ અજાણ્યા શખ્સો બેઠા હતા અને જેમાંથી એક શખ્સે લોખંડનો સળીયો બતાવી ધમકી આપી હતી, જ્યારે અન્ય એક આરોપીએ સ્ટોરમાં ઈલેક્ટ્રીકનો સામાન હોય તે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા તે ખુલ્યો ન હતો. તે સમયે સિક્યુરિટી ગાર્ડે બૂમાબૂમ કરતા બંને શખ્સોએ લોખંડના સળિયાથી સિક્યુરિટી ગાર્ડને મારીને મોહમ્મદ મુનાફને બંધક બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ફરિયાદી કલ્લુ વણઝારાના ખિસ્સામાં રહેલા 1500 રૂપિયાની લૂંટ ચલાવી બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. (f security guard Robbery in Ahmedabad)
પકડાયેલા આરોપીઓ આ ઘટના અન્વયે શહેર કોટડા પોલીસે ગુનામાં સામેલ આમિર ઉર્ફે ભાંજા અન્સારી તેમજ આસિફ ખાન પઠાણની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં આમિર ઉર્ફે ભાંજા અન્સારી સામે ઇસનપુર, મણીનગર, અમદાવાદ રેલવે, ગોમતીપુર, શહેરકોટડા સહિત 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે આસિફ પઠાણ સામે ઇસનપુર, વટવા, દાણીલીમડા, પાલડી, કાગડાપીઠ, અમદાવાદ રેલવે સહિત 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. (Ahmedabad police)
રિમાન્ડની માંગ કરી આરોપીઓને પોલીસે ઝડપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરી હતી, જોકે કોર્ટે આરોપીઓને રિમાન્ડ ન આપી જેલ હવાલે કરવાનો આદેશ કરતા બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનના PI બી.કે ખાચરે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કરતા આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. (Metro Station robbery case in Ahmedabad)