આ ઉપરાંત DCP અક્ષય રાજ મકવાણા દ્વારા ઝોન-5ના તમામ પોલીસ કર્મીઓને હાજર રાખીને ખાસ તાલીમ આપવામાં આવી હતી. વધુ માહિતી મુજબ પોલીસનું કહેવું છે કે, લોકો પાસેથી મોટી માત્રામાં દંડ વસુલ કરવું ખૂબ જ અઘરૂં છે, જેના લીધે ઘર્ષણની શક્યતાઓને નકારી શકાય નહીં. જેથી ડીસીપી દ્વારા પોલીસકર્મીઓ માટે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી દ્વારા તમામ પોલીસ કર્મીઓને સૂચના આપવામાં આવી છે કે, કોઈપણ પોલીસ કર્મચારીએ વાહનચાલકો સાથે ઘર્ષણમાં ઉતરવું નહીં,એટલું જ નહીં તેમને ટ્રાફિકના નિયમો અંગે સમજણ આપી, વાહન ચાલકો સાથે શાંતિપૂર્ણ રીતે જ વાત કરવી અને જો વાહન ચાલક કોઈ કારણે ઉશ્કેરાઇ જાય તો પોલીસે ઘર્ષણમાં ઉતારવાને બદલે કંટ્રોલ રૂમમાં જાણ કરવું અને કાયદેસરની કાર્યવાહી કરવી.
આ ઉપરાંત ડિસિપાએ એમ પણ જણાવ્યું હતું કે, જે લોકો વાહન ચેકિંગ કરે છે તેમની પાસે પણ પોતાને વાહનોના જરૂરી પુરાવા હોવા જોઈએ. પોલીસ કર્મચારીઓ પાસે જરૂરી કાગળો નહીં હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને સામાન્ય નાગરિક પણ પોલીસના વાહનના પુરાવા માગી શકશે જે પોલીસકર્મીએ બતાવવા પણ પડશે.