અમદાવાદ : જો તમારી દિકરી ટ્યુશનમાં અભ્યાસ કરવા માટે જતી હોય તો તમારે સતત તેના હાવભાવ તેના શિક્ષકો પર વોચ રાખવાની જરૂર છે. અમદાવાદમાં છેડતીની ઘટના બની છે. ટ્યુશનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ટ્યુશનમાં ભણાવતા શિક્ષકે જ છેડતી કરી હતી. આ મામલે પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરે છે અને છેલ્લા 2 વર્ષથી ટ્યુશનમાં અભ્યાસ માટે જતી હતી. ગત 9 જાન્યુઆરી 2022ના રોજ વિદ્યાર્થીની ટ્યુશને ગઈ હતી, ત્યાં હાજર ટ્યૂશન શિક્ષક અજય સોલંકીએ અન્ય વિદ્યાર્થીઓની ગેરહાજરીનો લાભ લઈને તેની સાથે અડપલાં કર્યા હતા. જોકે કિશોરી ડરી જતા તે ઘરે આવી ગઈ હતી અને સતત ગુમસુમ રહેતી હતી.
માતા પિતાને શંકા ગઈ કિશોરીનો વ્યવહાર બદલાઈ જતા માતા પિતાને શંકા જતા તેમણે દીકરી સાથે ટ્યુશનમાં અભ્યાસ કરતા અન્ય બાળકો અને પરીવારના જ એક ભાણીયાને પૂછતાં સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો હતો. પરિવારને જાણ થઈ હતી કે, અજય સોલંકીએ અન્ય વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં એકલતાનો લાભ લઈને તેઓની દીકરી સાથે અડપલાં કર્યા હતા. જેના કારણે દીકરી હેતબાઈ ગઈ હતી.
આ પણ વાંચો Honey Trap: સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી આધેડને ફસાવ્યો, 16.50 લાખ ચુનો
શિક્ષકની કરી અટકાયત આ સમગ્ર બનાવ અંગે પરિવારે શહેર કોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ટ્યૂશન શિક્ષક અજય સોલંકીની ધરપકડ કરી છે. આ મામલે ઝડપાયેલા ટ્યુશન શિક્ષકને ઝડપીને તેની તપાસ કરતા તે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનું સામે આવ્યું હતું. જોકે તેણે અન્ય કોઈ કિશોરી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો ફ્રાન્સથી ગિફ્ટ આવવાનું સાંભળી સુરતની મહિલા લલચાઈ ને એક ઝાટકે ગુમાવ્યા 57 લાખ
પોલીસનું નિવેદન આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનના PI બી.કે. ખાચરે જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તે છેલ્લા ઘણા સમયથી ટ્યુશન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તેણે અન્ય કોઈ દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.