ETV Bharat / state

હત્યારી માતાની CCTVમાં ખુલી પોલ, 2 માસની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી - Mother killed daughter in Ahmedabad hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માતાએ ત્રીજા માળેથી દીકરીને ફેંકીને (Mother killed daughter in Ahmedabad) હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માતાએ દીકરીને ત્રીજા માળેથી ફેંકીને ગુમ થઈ છે, તેવી જાહેરાત કરતા CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં માતાનું કૃત્ય સામે આવતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Ahmedabad Hospital Throw daughter third floor)

હત્યારી માતાની CCTVમાં ખુલી પોલ, 2 માસની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી

author img

By

Published : Jan 2, 2023, 6:07 PM IST

Updated : Jan 2, 2023, 10:32 PM IST

માતાએ બે માસની દિકરીને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી

અમદાવાદ : શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક માતા સામે તેની જ દીકરીની (Mother killed daughter in Ahmedabad) હત્યાનો ગુનો નોંધાયો છે. માં આ શબ્દ દરેક વ્યક્તિને ખૂબ જ સ્પષ્ટ કરે છે અને બાળકો ગમે તેવા હોય છતાં પણ માનો બાળકો પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી, પરંતુ નાની એવી દીકરીની બીમારીથી કંટાળીને માતાએ તેને હોસ્પિટલના ત્રીજા માળેથી જ નીચે ફેંકી દઈ તેની હત્યા કરી હોય તે પ્રકારની ચકચારી ઘટના અમદાવાદ શહેરમાં બની છે. (Ahmedabad Hospital Throw daughter third floor)

રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આણંદ જિલ્લાના પેટલાદમાં રાવલી રહેતા આસિફ મીયા મલેકના લગ્ન 2021માં ફરજાનાબાનુ સાથે થયા હતા. બે મહિના પહેલા જ ફરજાનાબાનુએ એક દીકરીને જન્મ આપ્યો હતો, જોકે જન્મતાની સાથે જ દીકરી બીમારીથી પીડાતી હોવાથી માતા પિતાએ તેને વડોદરાની SSC હોસ્પિટલમાં 24 દિવસ સુધી દાખલ રાખી અને સારવાર પણ કરાવી હતી. તે સમયે તબીબે બાળક ખરાબ પાણી પી ગયુ હોવાથી આ બીમારી થઈ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ફરીવાર બાળકીના આંતરડાનો ભાગ બહાર આવતા તેને નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પણ તેને બીમારીમાં કોઈ અસર ન થતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકીને એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવી હતી. સિવિલ કેમ્પસમાં 1200 બેડમાં ત્રીજા માળે આવેલા C 3 વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બે માસની દીકરી સાથે તેની મા ફરજાનાબાનું રહેતી હતી. (Ahmedabad Crime News)

શું હતી ઘટના પહેલી જાન્યુઆરીના રોજ સવારના 05:00 વાગ્યાના સમયે ફરિયાદી આસિફમિયા મલેક હોસ્પિટલના બહારના વેઇટિંગ રૂમમાં સુઈ રહ્યા હતા. તે સમયે તેઓની પત્ની ફરજાનાબાનુ તેની પાસે આવી હતી અને જણાવ્યું હતું કે, દીકરી અમરીનબાનુ મળતી નથી. ત્યારબાદ તેઓએ પણ દીકરીની શોધખોળ કરી હતી અને ન મળી આવતા પોલીસને ફોન કર્યો હતો. જે બાદ હોસ્પિટલ વોર્ડના સિક્યુરિટીને જાણ કરી હતી. હોસ્પિટલના સ્ટાફ અને પોલીસે સાથે રહીને C-3 વોર્ડના લોબીમાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેઓની પત્ની ફરજાનાબાનુ દીકરી અમરીનબાનુને લઈને વહેલી સવારના સવા ચાર વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઈ જતી જોવા મળી હતી. (Ahmedabad Civil Hospital)

આ પણ વાંચો 31stની રાત્રે સોલામાં યુવકની હત્યા?, યુવકને મારી ઝાડીઓમાં ફેંકી દેવાયો હોવાની આશંકા

દીકરીને નીચે ફેંકી દીધી ફરજાનાબાનુ વોર્ડના બહાર આવેલી ગેલેરીમાં પિલર પાસે ઉભી રહી અને ત્યારબાદ ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી. જે બાદ તેઓએ પતિને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, દીકરી અમરીનબાનુ જન્મથી જ બીમાર રહેતી હોય તેના લીધે પોતે કંટાળી ગઈ હતી. દીકરી અમરીનબાનુને વોર્ડની બહાર ગેલેરીમાં લઈ જઈ ગેલેરીના પીલરની બાજુમાં ઊભા રહી ત્યાંથી આઇકોનિક સુશોભન કોન્ક્રીટ સ્ક્રીન બલોકની ખુલ્લી જગ્યામાંથી દીકરીને નીચે ફેંકી દીધી હતી. જે બાદ ફરિયાદીએ સિક્યુરિટી સ્ટાફના માણસો સાથે તપાસ કરતા તેઓની દીકરી નીચે બિલ્ડિંગના બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં મૃત હાલતમાં મળી આવી હતી. (Dropped daughter down in Ahmedabad hospital)

આ પણ વાંચો પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

પોલીસે માતાની ધરપકડ કરી આ સમગ્ર મામલે આસિફમીયા મલેકે તેઓની પત્ની ફરજાનાબાનુ સામે દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં દીકરીને નીચે ફેંકવાથી તેનું મૃત્યુ થશે. તેવી જાણ અને તેવા ઈરાદે બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે ફેંકી દઈ પોતાની દીકરીનું મૃત્યુ નિપજાવી દીકરી ગુમ થઈ છે, તેવી ખોટી જાહેરાત કરી હતી. જોકે હોસ્પિટલના CCTV ફૂટેજમાં આ સમગ્ર ભાંડો ફૂટતા પોલીસે માતા સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. (Mother killed daughter in Ahmedabad hospital)

Last Updated : Jan 2, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.