અમદાવાદ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi visits Gujarat) આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આવેલા GMDC ગ્રાઉન્ડ ખાતે (PM Narendra Modi at GMDC Ground) ડોમ ઊભા કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે.
આ પણ વાંચો : Jan Aushadhi Day:સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલો છો કહી પીએમે ઉર્વશીબહેન પટેલ સાથે સંવાદ કર્યો
એક લાખથી વધારે કાર્યકરોને સંબોધશે
ઉત્તર પ્રદેશની ચૂંટણી પૂર્ણ થતાં જ આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) યોજવા જઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય કાર્યક્રમમાં તારીખ 11 માર્ચના રોજ "મારું ગામ મારું ગુજરાત" (MY GAM MARU GUJARAT) અંતર્ગત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક લાખથી પણ વધારે ચૂંટાયેલા ઉમેદવારને સંબોધિત કરશે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકાર યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનો મેડિકલ કોર્સ પૂર્ણ કરે, PMને મુખ્યપ્રધાનોની અપીલ
નવરંગપુરા સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે
12 માર્ચ વડાપ્રધાન ગાંધીનગર ખાતે આવેલા રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત બાળકોને પ્રવચન આપશે. જ્યારે અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો (Beginning of Khel Maha Kumbh) પ્રારંભ કરાવશે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલા પૂર્વ અને પશ્ચિમને જોડતો ફૂટ-વે બ્રિજ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની પણ લોકાર્પણ કરવામાં આવી શકશે.