ETV Bharat / state

ગુજરાતમાં ચૂંટણી પ્રચારઃ નરેન્દ્ર મોદીએ ઔકાતનો જવાબ આપ્યો, તો રાહુલ ગાંધીએ મોરબી યાદ કરાવ્યું - Ashok Gehlot Rajasthan CM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, કૉંગ્રેસના રાહુલ ગાંધી (Rahul Gandhi), રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર (Campaign for Gujarat Election 2022) રહ્યો હતો. ETV Bharatનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રિપોર્ટ.

ગુજરાતમાં ચૂંટણી પ્રચારઃ નરેન્દ્ર મોદીએ ઔકાતનો જવાબ આપ્યો, તો રાહુલ ગાંધીએ મોરબી યાદ કરાવ્યું

author img

By

Published : Nov 22, 2022, 10:41 AM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) બીજા તબક્કાના મતદાન માટે 93 બેઠકો પર સોમવારે ભરેલા ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. પ્રથમ તબક્કાના મતદાન ક્ષેત્રમાં જોરદાર ચૂંટણી પ્રચાર (Campaign for Gujarat Election 2022) રહ્યો છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને કૉંગ્રેસના રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ચૂંટણી પ્રચાર કરીને એક બીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપ કર્યા હતા.

મોદીએ કહ્યું મારી ઓકાત સેવા આપવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સુરેન્દ્રનગરમાં જાહેરસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. કૉંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીએ કહ્યું હતું કે, પીએમ મોદીને ચૂંટણીમાં તેમની ઔકાત બતાવશે. આ નિવેદન પીએમ મોદીએ જવાબ આપ્યો હતો કે, મારી કોઈ ઔકાત નથી અને અમારી ઔકાત બસ સેવા આપવાની છે. તેઓ રાજવી પરિવારમાંથી છે અને અમે સેવાદાર છીએ. કોંગ્રેસ ઘમંડની ભાષા બોલે છે. અમારું કામ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવાનું છે. 2017ની ચૂંટણીમાં મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદી માટે નીચ કોમેન્ટ કરી હતી. તેના કારણે પાર્ટીને મોટુ નુકસાન થયું હતું. આ કોમેન્ટને પીએમ મોદીએ યાદ કરી હતી.

રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરાને યાદ કર્યા રાજકોટ અને સુરતના મહુવામાં રાહુલ ગાંધીની સભા (Rahul Gandhi) યોજાઈ હતી. રાહુલ ગાંધીએ તેમના દાદી ઈન્દિરા ગાંધીને યાદ કર્યા હતા. દાદીએ મને એક પુસ્તક આપ્યું હતું અને કહ્યું હતું કે, હિન્દુસ્તાનના પ્રથમ માલિક છે આદિવાસીઓ. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા ગુજરાતથી ન નકળી તેનું દુઃખ છે, પણ મોરબી દુર્ઘટના અંગે કહ્યું હતું કે, આ રાજનીતિનો મુદ્દો નથી. આ ઘટના હું કયારેય નહી ભુલુ. જેણે આ કામ કર્યું છે તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ. ચોકીદારોને પકડ્યા છે, મુખ્ય લોકોની સામે કેમ કોઈ કાર્યવાહી થઈ નથી. તેવો સવાલ રાહુલે કર્યો હતો.

ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનવા જઈ રહી છેઃ અશોક ગેહલોત મહુવામાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે (Ashok Gehlot Rajasthan CM) કહ્યું હતું કે, 70 વર્ષ સુધી કૉંગ્રેસે લોકશાહીને જીવંત રાખી છે અને એટલા માટે જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શક્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે, અને કોંગ્રેસ 125 બેઠકો મેળવશે. કોંગ્રેસ સત્તામાં આવીને તમામ વાયદા કર્યા હતા, તે પૂર્ણ કરીશું. વાયદા નથી આપતી કોંગ્રેસ ગેરંટી આપે છે.

નાની બાળકીની કવિતાથી મોદીએ તાલી પાડી અભિનંદન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરેન્દ્રનગરની જાહેરસભા પછી નાની બાળકીએ ભાજપની ઉપલબ્ધિઓ પર કવિતા ગાઈને સંભળાવી હતી. તે વીડિયો ટોક ઓફ ધી ટાઉન રહ્યો હતો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બાળકીની કવિતા પર તાલી પાડીને અભિનંદન કર્યું હતું. અને તેને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. લીંબડીના ધારાસભ્ય કિરિટસિંહ રાણાની બહેનની દીકરી રાજકોટ રહે છે અને તેનું નામ આરાધ્યાબા છે.

મેધા પાટકર આપના નેતા છેઃ અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકામાં જાહેરસભામાં કહ્યું હતું કે, કૉંગ્રેસે બોર્ડ લગાવ્યા છે કે કામ બોલે છે. અરે ભાઈ વર્ષ 1990થી ગુજરાતમાં કૉંગ્રેસ સત્તામાં નથી તો કોંગ્રેસે શું કામ કર્યા છે. કૉંગ્રેસના સમયમાં દૂષણો હતા, કૌંભાડો, ગુંડા મફિયાના રાજ હતા. તોફાનો અને કરફ્યૂ હતા. અને હવે તો આપવાળા આવ્યા છે, તેના નેતા ગુજરાતની નર્મદા યોજનાના વિરોધી મેઘા પાટકર છે, સૌ આપના નેતાઓ ગુજરાતમાં આવીને પહેલા તો માફી માંગે.

અમને પાંચ વર્ષ આપો, કામ ન કરીએ તો ધક્કો મારજોઃ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમરેલીમાં (Arvind Kejriwal Delhi CM) રોડ શૉ કર્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે પૃથ્વી પર પાપ વધે છે, ત્યારે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવે છે. આજે હું ગુજરાતમાં જ્યાં પણ જાઉ ત્યા પરિવર્તનની આંધી ચાલી રહી છે. હું દરેક ગુજરાતના દરેક પરિવારનો ભાગ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. તમે ભાજપને 27 વર્ષ આપ્યા છે, અમને પાંચ વર્ષ આપો. જો તમને ના ગમે તો અમને ધક્કા મારીને કાઢી મુકજો. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચ, 2023થી તમારુ વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. આમ કહીને કેજરીવાલે ફરીથી ગેરંટીઓ આપીને ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.