ETV Bharat / state

Gujarat High Court શાળામાં ગુજરાતી ભાષા ન ભણાવવાનો વિવાદ, HCએ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી - PIL in Gujarat High Court

રાજ્યની કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં જે (PIL in Gujarat High Court) જાહેરહિતની અરજી થવા પામી છે. તેને લઈને આજે (શુક્રવારે) ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં (Gujarati language teaching in Central schools) આવી હતી. આ અરજીના આધારે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

Gujarat High Court શાળામાં ગુજરાતી ભાષા ન ભણાવવાનો વિવાદ, HCએ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી

author img

By

Published : Jan 20, 2023, 9:02 PM IST

અમદાવાદ રાજ્યની કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દો અત્યારે ગરમાઈ રહ્યો છે. તેને લઈને હવે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થવા પામી છે. અરજદારની રજૂઆત હતી કે, કેન્દ્રિય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી. તો આ સમગ્ર મામલે હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો ભાવનગરમાં દોઢ વર્ષ પહેલા માતા પુત્રની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

સરકારી વકીલની રજૂઆત બીજી તરફ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળાઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. તેમ જ આવી શાળાઓની NOC પણ રદ કરવામાં આવશે એવું પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમ જ રાજ્યની 23 ગુજરાતી ભાષા નહીં ભણાવતી શાળાઓ વિરૂદ્ધ પગલાં લેવાયાની પણ હાઈકોર્ટને સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ જ ગુજરાતી ભાષાની ફરજિયાત ભણાવવા માટે કાયદો બનાવવાની જરૂરિયાત લાગતી નથી એવું પણ સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

CBSE સ્કૂલ ગુજરાતની ધરતી પર જ ચાલે છે ને? ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, તમે ગુજરાતી માધ્યમની સ્કૂલો ચલાવો છો પણ ગુજરાતી કેમ ભણાવતા નથી? ઈન્ટરનેશનલ બોર્ડ કે CBSE બોર્ડની સ્કૂલો ગુજરાતની ધરતી પર જ ચાલે છે ને? તો પછી તેમાં ભાષા ભણાવવાના નિયમોમાં ફેરફાર કેવી રીતે કરી શકે? ગુજરાતી ન ભણાવતી સ્કૂલોની NOC મંજૂર કરવા મામલે સરકારે યોગ્ય મિકેનિઝમ ગોઠવવું જોઈએ.

આ પણ વાંચો Gujarat High Court: આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે હાઇકોર્ટનું પોલીસ સામે કડક વલણ

માત્ર પરિપત્ર બહાર પાડવાથી ન ચાલેઃ અરજદાર અરજદારની રજૂઆત હતી કે, તેમને મળેલી વિગત મુજબ રાજ્યમાં 109 શાળાઓ છે, જે ગુજરાતી ભાષા ભણાવતી નથી, જ્યારે સરકાર કહે છે કે, માત્ર 23 શાળાઓ જ ગુજરાતી ભણાવતી નથી. દેશમાં પંજાબ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, આસામ, જમ્મુ-કાશ્મીર (ઉર્દુ માટે) સહિતના રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષાઓને ધોરણ 1થી 8 સુધી ભણાવવા માટે નિયમો બનેલા છે. ગુજરાતમાં અપણ આ મુદ્દે કાયદો બનાવવો જરૂરી છે, માત્ર પરિપત્ર બહાર પાડવાથી ન ચાલે.

સંસ્થાએ કરી PIL ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં ‘માતૃભાષા અભિયાન’ સંસ્થાએ જાહેર હિતની અરજી કરી હતી. સરકારના તારીખ 13 એપ્રિલ 2018ના પરિપત્રનો સાચા અર્થમાં શબ્દશ: અને સત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાતપણે તબક્કાવાર જુદાજુદા ધોરણોમાં ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહીં થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે.

વધુ સુનાવણી 3 ફેબ્રુઆરીએ આ સમગ્ર મામલે હાઈકોર્ટ રાજ્ય સરકારની નિર્દેશ કર્યો છે કે, અરજદારી કરેલા સૂચનને પણ સરકાર યોગ્ય નિર્ણય લે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 3 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.