ખેડૂતોની માંગ છે કે, તેમનું જે અપમાન કરવા બદલ પેપ્સીકો દ્વારા દરેક ખેડૂતને 1-1 રૂપિયાની ચુકવણી કરાવામાં આવે. સરકાર અને પેપ્સીકોની બંધ બારણાની બેઠકમાં ખેડૂતોનો સમાવેશ ન કરાતા ભવિષ્યમાં શરતોમાં ફેરફાર થવાની ભીતિના પગલે નો-ઓજબેક્શન સર્ટિફિકેટ આપી શકાય નહિ. અગાઉ પાણી અને જમીન માટે લડાઈ થતી હતી જ્યારે હવે બીજના રક્ષણ માટે કરવી પડે છે. પેપ્સીકો દ્વારા કરાયેલા રાજ્યના તમામ 11 ખેડૂતો વિરૂધ કેસ પાચા ખેંચી લેવામાં આવ્યા છે.
પેપ્સીકો કંપનીએ સાબરકાંઠા જિલ્લાના 4 ખેડૂતો પર પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મસ એક્ટ 2001 મુજબ રજીસ્ટર્ડ થયેલા એફ.એલ 2027 એટલે કે એફ.સી -5 પ્રકારના બટાકાનું આઈપીઆક ( ઈટેલેક્ચયુલ પ્રોપટી રાઈટ) ઉલ્લઘંન કરવા બદલ ખેડૂતો વિરૂધ કેસ દાખલ કર્યા હતા. લેસ બટાકા વેફર બનાવવા માટે આ ખાસ પ્રકારના બટાકાનું ઉપયોગ થાય છે.
આ મામલે અગાઉ કર્મશિયલ કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે પેપ્સીકોના વકીલ કોર્ટની બહાર સેટમેન્ટ કરવાની ઓફર કરી હતી. જેમાં બે શરતો આપવામાં આવી હતી. ખેડૂતો સામેના કેસ પાછા ખેંચી શકાય છે જો ખેડૂતો એફ.સી- 5 બટાકાનું ખરીદ કે વેચાણ અંગેનો કરાર પેપ્સીકો કંપની સાથે કરે અથવા ખેડૂતો બાંહેધરી આપે કે તેઓ એફ.સી- 5 પ્રકારના જે બટાકા છે તેનું ક્યારેય બિયારણ કે ખરીદ કરશે નહિ તો પણ તેમની વિરૂધ પાછો ખેંચી શકાય છે. પેપ્સીકો આ ખાસ પ્રકારના બટાકા પોતાની લેસ વેફર માટે ઉપયોગ કરે છે.
રાજ્યભરમાંથી આશરે 1200 ખેડૂતો, સામાજીક કાર્યકરતા અને કેટલાક એનજીઓ દ્વારા ખેડૂતોના હિતોના રક્ષણ માટે કેન્દ્ર અને રાજ્યને આ મામલે હસ્તક્ષેપ કરવાની લેખિત રજુઆત કરી હતી. લેખિત પત્રમાં રજુઆત કરવામાં આવી હતી કે PPV & FR Act 2001 મુજબ એફ.સી - 5 પ્રકારના બટાકાનું ખરીદ કે વેચાણ કરવા અંગે ખેડૂતો દ્વારા IPRના નિયમોનું ઉલ્લંગન કરવામાં આવ્યું નથી.