અમદાવાદઃ જ્યારે લૉક ડાઉન સમગ્ર દેશ આપવામાં આવેલ છે. ત્યારે ગુજરાતમા બીજા રાજ્યમાંથી આવેલા મજૂર વર્ગ લોકો ગુજરાતમા ફસાયાં છે અને પોતાના ઘરે જઇ શક્યાં નથી. જો કે સરકાર દ્વારા તેમને પોતાના વતન મોકલવા માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કલેકટર કચેરીએ માહિતી લેવા માટે મજૂર વર્ગના લોકો પહોંચી રહ્યાં છે.
પરંતુ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી પહેલા જે પણ માહિતી કલેકટર કચેરીની બહાર મુકવામાં આવી છે. એ ગુજરાતીમાં છે જો કે અનેક રાજ્ય બહારથી આવેલા લોકોને ગુજરાતી વાંચતા ન આવડતાં તકલીફ ઊભી થઇ રહી છે.
સાથે સાથે તેમનું કહેવું એમ છે કે, કચેરીમાંથી તેમને પોતાની માહિતી વોટ્સએપ નમ્બર પર આપવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે ત્યાંથી પણ કોઈ રીપ્લાય નથી આવી રહ્યો. તો બીજી તરફ જે સમ્પર્ક નમ્બર આપવામાં આવ્યો છે. તે નમ્બર પણ બંધ આવી રહ્યો છે.