- સરકાર નિયમો બનાવે તે માત્ર પ્રજા માટે જ કેમ?
- કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન નેતાઓ કરવાનું કે નહી?
- નેતાઓની જાહેરસભામાં હજારોની ભીડ
અમદાવાદ : તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી ગઈ, તેમાં પણ મોટાભાગના રાજકીય નેતાઓએ સભા કરી, તેમાં કોરોનાની ગાઈડલાઈન્સનું કોઈ જ પાલન થયું ન હતું. પણ સરકારને તે દેખાયું નથી. કોરોના હજૂ તો ગયો નથી અને નેતાઓએ ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના શરૂ કરી દીધા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેમાં પણ આવું જ થાય તેની પૂરેપૂરી શક્યતા છે. જોકે, સરકાર તે તરફ ઘ્યાન આપી રહી નથી. ત્યારે કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, સરકાર આ મુદ્દે છટકી શકે નહી.
ભાજપ પ્રદેશ પ્રમુખના નામે સૌથી વધુ નિયમ તોડવાનો વિક્રમ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ જ્યારે પ્રમુખ પદે વરણી પામ્યા ત્યારે તેમને કોરોનાકાળમાં જ સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્રનો ચાર દિવસનો પ્રવાસ કર્યો હતો. ગરબા પણ ગાયા અને ફટાકડા પણ ફોડ્યા હતા. સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં સભા કરી ત્યાં જનમેદની એકઠી થઈ, પાટીલનું ભવ્ય સ્વાગત થયું અને ત્યાર બાદ અંબાજી માતાના દર્શન કરીને તેમને ત્રણ દિવસનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો, ત્યાં પણ જાહેર સભા થઈ અને સ્વાગત થયું હતું. કમલમમાં બેઠકનો દોર પણ થયો હતો. પાટીલ નવા પ્રમુખ બન્યા ત્યારે તેમને તેમના હોમટાઉન સુરતમાં તેમને સ્વાગત રેલી રાખી હતી, પણ ચોતરફથી ટીકા થતા સ્વાગત રેલી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, આ બધી ઘટના બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીલ જ્યાં જયાં સંપર્કમાં આવ્યા તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પણ 8 કર્મચારીઓને કોરોના થયો હતો. પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાને પણ કોરોનો થયો અને ખૂદ સી. આર. પાટીલ પણ કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ગયા હતા. તેમને પણ હોસ્પિટલ દાખલ થયા અને સારવાર લીધી હતી. આ સમગ્ર મામલો થયો પણ રાજ્ય સરકાર કે પોલીસ દ્વારા કોઈ નોંધ લેવામાં આવી નહી. ત્યારે પ્રજા એક જ સવાલ પૂછતી હતી કે, સરકાર નિયમો બનાવે તે પ્રજાએ પાલન કરવાના અને નેતાઓએ નહીં.
સુરતના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ
તાજેતરમાં સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા મજૂરા વિધાનસભા પેજ કમિટી ઓળખકાર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા હતા. જે કાર્યક્રમમાં સી. આર. પાટીલ મુખ્ય મહેમાન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીવી પર આવીને વારંવાર અપીલ કરી રહ્યા છે કે, દો ગજની દૂરી રાખો, પણ ભાજપના નેતા આ અપીલને ભૂલી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીલને 182 ફુટની માળા, 182 કાર્યકર્તાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા પહેરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અનેક લોકો માસ્ક વગરના હતા અને ગાઈડલાઈન્સ કરતાં વધુ અનેક ગણી સંખ્યામાં ભીડ હતી. એટલું જ નહી પણ 10 કલાકે કરફ્યૂ લાદવામાં આવ્યા બાદ પણ કાર્યક્રમ સ્થળે જમણવાર ચાલતા હતા.
પ્રજાને દંડ, નેતાઓ નિયમ ભંગ કરે તો શું?
સુરતનો આ કાર્યક્રમ અને તેના ફોટો જોઈને આપને આશ્ચર્ય થશે કે, આ ભીડ કોઈનેય દેખાતી નથી. મીડિયામાં તસવીરો આવી તો પણ કોઈ જ કાર્યવાહી નહી. પ્રજા લગ્નસમારંભમાં 100થી વધુ ભીડ ભેગી કરે તો દંડ, માસ્ક ન પહેરે તો રૂપિયા 1000નો દંડ, પોલીસ પ્રજા વચ્ચે દંડના મામલે રોજ રકઝક થતી હોવાના કિસ્સા બની રહ્યા છે. સામાન્ય માણસને દંડ અને નેતાઓ નિયમોનો ભંગ કરે તો કાંઈ નહી. આવા સવાલો ઠેરઠેર ચર્ચાઈ રહ્યા છે. આ તો એક દાખલો છે, પણ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ જાહેરસભા કરે ત્યારે કોરોના ગાઈડલાઈન્સ ભૂલી જાય છે.
આમ જનતા કરે તો દંડ, રાજનેતા કરે તો કોઇ કાર્યવાહી નહીં
- કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં યોજાયેલા ભોજન સમારંભમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ
- રાજકીય પક્ષો કરે તો કંઇ નહીં અને પ્રજા કરે તો પોલીસ મારે છે થપ્પડ
- ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?
- કરજણ પેટા ચૂંટણી: પ્રચારના અંતિમ દિવસે ભાજપનો રોડ-શો, સોશિયલ ડિસ્ટન્ટના ઉડ્યા ધજાગરા
- ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?
- વડોદરામાં ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા
- જૂનાગઢમાં સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા
- ગઢડામાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા