ભાવનગર: શહેરમાં આવેલી પ્રાદેશિક નગરપાલિકાની કમિશનરની કચેરી નીચે 27 જેટલી નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓનો સમાવેશ કરાયેલો છે. જો કે, આ 27 પૈકી 7 નગરપાલિકાઓમાં પગારનો પ્રશ્ન હતો. ત્યારે પગારની ગ્રાન્ટ સરકારે ચૂકવી દીધી હોવા છતાં પણ કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી.
નગરપાલિકામાં કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી: નગરપાલિકાના કર્મચારીઓના પગારને લઈને દિવાળી ઉપર દેકારો મચ્યો હતો, ત્યારે ઓક્ટોબર માસમાં પગાર હજુ પણ કેટલીક નગરપાલિકાઓમાં થયો નથી, ત્યારે ભાવનગરની પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરી અંતર્ગત આવતી નગરપાલિકાઓમાં હજુ પણ પગારને લઈને ફાંફા છે.
પ્રાદેશિક કમિશનરની કચેરી નીચે નગરપાલિકાની સ્થિતિ: ભાવનગર શહેરમાં આવેલી પ્રાદેશિક નગરપાલિકા કમિશનરની કચેરીના કમિશ્નર ડી. એમ. સોલંકીએ જણાવ્યું કે, પ્રાદેશિક કમિશ્નર કચેરી નીચે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાની કુલ 27 નગરપાલિકાઓ આવે છે. આ 27 નગરપાલિકા છે તે પૈકીની 7 નગરપાલિકાના પગારનો પ્રશ્ન છે. જો કે દિવાળીના તહેવાર દરમિયાન પગારનો પ્રશ્ન સર્જાયો થયો હતો.
એક નગરપાલિકાને 2 મહિનાનો પગાર બાકી: પ્રાદેશિક નગરપાલિકા કચેરીના કમિશ્નર ડી. એમ. સોલંકી જણાવ્યું કે, બગસરા નગરપાલિકામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનો પગાર બાકી છે. દિવાળી ઓક્ટોબરમાં હોય ત્યારે એડવાન્સ પગારની માગણી હતી. જો કે નિયમિત પ્રમાણે સપ્ટેમ્બર માસનો પગાર ચૂકવી દેવામાં આવ્યો છે, જ્યારે અહીંયા બગસરા નગરપાલિકામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો 2 માસનો પગાર બાકી છે.
નાણાંકીય વ્યવસ્થા અને ઓક્ટ્રોય ગ્રાન્ટ ચૂકવાઈ ગઈ: પ્રાદેશિક નગરપાલિકા કચેરીના કમિશ્નર ડી. એમ. સોલંકી જણાવ્યું હતું કે, બગસરા નગરપાલિકામાં જ પગારનો પ્રશ્ન હતો, ત્યારે તેઓએ નાણાકીય વ્યવસ્થા કરવાની હતી. જો કે સ્વભંડોળનો પ્રશ્ન હતો તે તેઓએ પછીથી ઉકેલ્યો હતો. સરકાર તરફથી ગ્રાન્ટ એડવાન્સમાં આપી દેવામાં આવી છે. સપ્ટેમ્બરના અંતમાં ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની 19.33 કરોડની ગ્રાન્ટ 27 નગરપાલિકાના ચૂકવાઇ ગઈ છે. જ્યાં સ્વભંડોળ ન હોય ત્યાં આ પ્રશ્ન બને છે. જો કે હવે બગસરા, ચલાલા, લાઠી, ઉના, કોડીનાર, પાલીતાણા અને તળાજાના ઓક્ટોબર માસના પગાર બાકી છે, ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને યોગ્ય સમયે પગાર મળી જશે.