- અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું
- PCB દ્વારા રેડ કરી દારૂનો મોટો જથ્થો કબજે કરાયો
અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી PCBએ દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે ગોડાઉનમાંથી 6000 જેટલા વિદેશી દારૂની બોટલના જથ્થા સાથે 3 આરોપી ઇસતીયક સૈયદ, વિવેક સંઘાણી, અને મુસ્તાક શેખને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી ઈલિયાસ સૈયદ વોન્ટેડ જાહેર કરાયો હતો.
દારૂનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રખાયું
આરોપીઓ વિદેશી દારૂનો જ્થ્થો ભાડે રાખેલા ગોડાઉનમાં રાખતા હતા. ત્યારબાદ નાના બુટલેગરોને દારૂ સપલાઇ કરતા હતા. PCBએ ઝડપી પાડેલું ગોડાઉન આરોપીઓએ 1 દિવસ પહેલા જ ભાડે રાખ્યું હતું. આ પહેલા તેઓ લોકડાઉન સમયથી આ રીતે 2, 3 દિવસ માટે અલગ-અલગ જગ્યાએ દારૂનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખતા હતા.
આરોપીઓએ કરી કબૂલાત
PCBએ દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલા ત્રણેય આરોપીએ કબૂલાત કરી હતી. આટલો મોટો જથ્થો મળી આવતા હવે અમદાવાદના દારૂના કેરીયરની વિગતો જાણવા મળશે તેવું તપાસ એજન્સી પાસેથી જાણવા મળી રહ્યું છે.