અમદાવાદ: નવા વર્ષના આગમન સાથે જ અમદાવાદ શહેરમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકાશે. આ વખતનો ફ્લાવર શો ઘણી રીતે ખાસ રહેવાનો છે. સમગ્ર ફ્લાવર શોને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, બીજી તરફ ટિકિટના દર પણ આ વખતે વધારી દેવામાં આવ્યા છે અને પ્રાઈમ ટાઈમમાં ફ્લાવર શોની મુલાકાત માટે 5 ગણી વધુ કિંમત ચૂકવવી પડશે.
10 લાખથી વધુ ફુલ 50 હજારથી વધુ પ્રજાતિ
આ વખતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 ને અલગ અલગ છ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે જેની ખાસિયતની વાત કરવામાં આવે તો કુલ 10 લાખથી વધુ ફુલ, કુલ 50થી વધુ પ્રજાતિ અને 30થી વધુ સ્કલ્પચરનો સમાવેશ થાય છે.
ઝોન 1 : દેશની વૃદ્ધિ અને વિકાસ
પહેલા ઝોનને ભારતના આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળી પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક કરવામાં આવ્યો છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચિસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુશાસનના 23 વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે.
ઝોન 2 : સર્વ વિભિન્ન પ્રદર્શન
ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથેની સસ્ટેનીબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, એશિયાટિક સિંહ અને કેન્યોન વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે.
ઝોન 3 : સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ
ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે, ત્યારે તેનું પ્રદર્શનમાં કરવામાં આવ્યું છે. બટરફ્લાય, સીગલ, મરમેડ અને ફ્લાવર ફોલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે.
ઝોન 4 : સંસ્કૃતિ અને વારસો
ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ, બૃહદેશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ, અને ગરબા : આપણા સ્વર્ણિમ ઇતિહાસ અને સંસ્કૃતિની પ્રતિકૃતિ કરાવે છે.
ઝોન 5 : ફલાવર વેલી
ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતો ઝોન હોર્નબિલ અને ફ્લાવર વેલી આના વિશિષ્ટ આકર્ષણ છે.
ઝોન 6 : ભવિષ્યનો માર્ગ
ભારત આજે વિશ્વ ગુરુ બનવા તરફ અગ્રેસર છે ત્યારે જન જનની આકાંક્ષાઓની પૂષ્પ પ્રદર્શન માટે તેમજ વિશ્વનું નેતૃત્વ કરવા માટે ભારત તૈયાર છે એવી આશાઓ જગાવતું પ્રદર્શન. ઓલમ્પિક 2036 ની યોજનાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ - ધ યુનિટી ગ્લોસમ, મિશન ( એક પેડ માં કે નામ ) ઉજ્જવળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે.
AMC એ ત્રણ કરોડ રુપિયા વધુ ખર્ચ્યા
ગત વર્ષ કરતા ફલાવર શો-2025 ના આયોજન પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડ રૂપિયાનો વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે મુલાકાતિઓ માટે ટિકિટના દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
12 વર્ષથી નાના બાળકો માટે મફત પ્રવેશ
ફલાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકીટના દર પ્રતિ વ્યકિત વર્ષ-2024માં રુપિયા 50 હતા. તેના બદલે આ વર્ષે ટિકિટના દર 75 રૂ. કરવામાં આવ્યા છે. ગત વર્ષે શનિરવાર અને રવિવારે પ્રતિ વ્યકિત ટિકિટના દર 75 રૂ. હતા. જે હવે રુપિયા 100 કરવામાં આવ્યા છે.
QR કોડ દ્વારા માહિતી મેળવી શકાશે
દરેક સ્કલ્પચર વિષય માહિતી મેળવવા માટે ત્યાં એક QR કોડ પણ લગાડવામાં આવ્યો છે. આ QR કોડ સ્કેન કરીને હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી આમ ત્રણ ભાષાઓની અંદર સ્કલ્પચર વિશે માહિતી મેળવી શકાશે.
પ્રાઈમ ટાઈમમમાં ફલાવર શો જોવા રુપિયા 500 ખર્ચ કરવો પડશે
ફલાવર શો દરમિયાન રોજ સવારે 9થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક દરમિયાન જો મુલાકાતીઓ પ્રાઈમ ટાઈમમાં ફલાવર શો જોવા માંગતા હશે, તો પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકિટના દર વસૂલ કરાશે. ત્યારે મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો: