જામનગર: ઉનાળામાં ગરમીના કારણે લોકોમાં આઈસ્ક્રીમ અને ગોલાની વધુ માંગ જોવા મળતી હોય છે તેવી જ રીતે જામનગરમાં શિયાળામાં આયુર્વેદિક કાવાની ખૂબ માંગ હોય છે. તેમાં પણ જામનગર અને આયુર્વેદને જૂનો નાતો રહ્યો છે, ત્યારે જામનગરમાં આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર કાવો ખૂબ જ પ્રખ્યાત છે.
શિયાળાની શરૂઆત થતાની સાથે જ આ સ્વાસ્થ્યવર્ધક કાવો પીવા માટે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં લોકો ઉમટી પડે છે. પાંચ પેઢી બનાવવામાં આવતો આ કાવો વિશ્વના અન્ય દેશોમાં પણ જાય છે. આ પ્રખ્યાત કાવો બનાવનાર જણાવે છે કે, બહારથી મહેમાનો આવે છે તેઓ આ કાવો વિદેશ લઈ જાય છે. ઉપરાંત અન્ય રાજ્યમાં પણ આ કાવાના મસાલાનું પાર્સલ એક્સપોર્ટ કરવામાં આવે છે.
સ્વાસ્થ્યવર્ધક કાવો બનાવવાની રીત: કાવો બનાવવા માટે બુંદદાણા, લવિંગ, તુલસી, મરી, આદુરસ, સંચળ, સૂંઠ, લીંબુ સહિત 42 જેટલા આયુર્વેદિક મસાલા મિશ્રિત કરીને ઉકાળીને બનાવવામાં આવે છે. આ કાવામાં આયુર્વેદના મધુર રસ સિવાય તમામ રસ આવી જાય છે. એટલે કે કાવો કડવો, ખાટો, ખારો, તૂરો, તીખો એમ પીનારાની ઈચ્છા મુજબના તમામ સ્વાદમાં તૈયાર થાય છે.
જામનગર શહેરમાં અનેક જગ્યાએ કાવો બનાવવામાં આવે છે. અને શિયાળાના સમયે લોકો રાત્રે ટહેલવા માટે નીકળતા હોય છે ત્યારે અવશ્ય સ્વાસ્થ્યવર્ધક કાવો પીવે છે.
આ પણ વાંચો: