પાયલે જણાવ્યું હતું કે, તેણીએ જે વિડીઓ જાહેર કર્યો હતો. તે અંગે તેણે માંફી પણ માંગી હતી. છતાં નજીવી બાબતે રાજસ્થાનમાં પોલીસમાં કોંગ્રેસના સ્થાનિક નેતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે આઈટી એકટ તથા અન્ય કલમો ઉમેરી તેની સામે ગુનો નોધવામાં અવ્યીઓ હતો અને તેની તેના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી હતી, રાજસ્થાન પોલીસે અમદાવાદની સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના જ પાયલની ધરપકડ કરી હતી.
જમીન પત્ર ગુનો હોવા છતાં પાયલને જમીનનાં આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત રાજસ્થાનની સરકારના ઈશારે બધુ થયું હોવાનું તેને જણાવ્યું હતું. પાયલે વધુમાં જણાવ્યું હતું કે જો તેને વિડીઓમાં ટીપ્પણી કરી છે. તે ગુના લાયક હોય તો અભિનેતા ફરહાન અખ્તર અને સબાના આઝમીએ પણ CAA મુદ્દે ટીપ્પણી કરી હતી. તો તેમની પણ ધરપકડ થવી જોઈએ