અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના લીધે અલગ અલગ જગ્યાએ તપાસ કરીને અનેક લોકો પર દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનું માનવું છે કે, પેપર કપના કારણે શહેરમાં પ્રદૂષણ થાય છે અને તેનો યોગ્ય નિકાલ ન થતા ડ્રેનેજ જાય છે. જેના કારણે ડ્રેનેજ બ્લોક થવાના કેસ સામે આવે છે. જેને લઇ પેપર કપ એસોસિએશન દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું હતું.
હજારો કારીગર બેરોજગાર થશે : વેપારી અભયભાઈએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસ્પોસબલ પેપર કપની ગ્લાસનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા. જેને પરિણામે અમે લોકો પેપર ગ્લાસ અને કપનું વ્યવસાય શરૂ કર્યો છે. બેંક લોન અને બહારથી વ્યાજ પેટે પૈસા લાવીને આ વ્યવસાય શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે પેપર કપ બંધ કરવાનો હુકમ કર્યો છે. જેનાથી અમારી રોજગાર બંધ થઈ જશે તેમજ કારીગર વર્ગને જે એક મશીન પર કારીગરની જરૂર પડે છે. અમદાવાદમાં 1000થી પણ વધુ યુનિટ આવેલા છે. જેના કારણે હજારો કારીગરો બેરોજગાર થાયને રોડ પર આવી જવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે.
આ પણ વાંચો : Ahmedabad News: ચાની કિટલી બની પેપરલેસ, નહીં મળે કાગળના કપમાં ચા
પેપર કપ પ્રદૂષણ થતું નથી : વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન કચરો કલેક્શનની કામગીરી બરાબર કરી શકતા નથી. તેને માટે પેપર ક્ષમતાડે છે. તેમના આ નિર્ણયથી હજાર લોકોને રોજગારી સિવાય છે. સાથે કમિશનના અન્યથી કોઈપણ પ્રકારનું તથ્ય જોવા મળતું નથી. કારણ કે, પેપર કપથી કોઈપણ પ્રકારનું પ્રદૂષણ કે નુકસાન થતું નથી. તેથી અમારી માંગણી છે કે, લિસ્ટ કલેક્શન કરવા વાળાને સક્રિય કરે અને તમારો તમે નિર્ણય લીધો છે. તે પરત લેવામાં આવે તેવી અપીલ કરી છે.
આ પણ વાંચો International Tea Day 2022 દેશમાં ચા પીવામાં ગુજરાતીઓ અવ્વલ નંબરે
નાની કીટલી વાળાને જ કેમ દંડ : વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન અધિકારીઓ ફક્ત નાની કિટલીવાળાને કેમ દંડ કરે છે. મોટા વેપારીઓ આઈસ્ક્રીમ કે પછી મોટી રેસ્ટોરન્ટ વાળાને પણ છાવરે છે. હેમોર આઈસ્ક્રીમ, અમૂલ આઇસ્ક્રીમ, વાડીલાલ આઈસ્ક્રીમ, શંભુ કાફી કે ટી પોસ્ટ આવા અને મોટા મોટા કાફી પણ સામેલ છે. જેમની પાસે હજુ સુધી કોઈપણ જાતનો દંડ વસૂલવામાં આવ્યો નથી. આ બધી મલ્ટી નેશનલ કંપની પણ પેપર પ્રોડક્ટ વાપરે છે કે જે નાની કંપની ચાની કેટલી વાર પણ વાપરે છે. તેથી સમાન માપન રાખી નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી.