- AIMIMના બે નેતા અમદાવાદની મુલાકાતે
- ગોમતીપુરમાં કરી જાહેરસભા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે AIMIM
અમદાવાદ : AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ અને મહારાષ્ટ્ર ઔરંગાબાદથી લોકસભા સાંસદ ઈમ્તિયાઝ જલીલ અમદાવાદની મુલાકાત લીધી છે. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર શાબિર કાબલીવાલા સહિત કેટલાક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજા દિવસે અમદાવાદની મુલાકાત આવેલા AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ કેટલાક બુદ્ધિજીવી, રાજનેતાઓ અને લોકો સાથે મુલાકાત કરીને રાત્રે અમદાવાદના ગોમતીપુરમાં પ્રથમ જનસભા કરી હતી.
જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
મુલાકાતના બીજા દિવસે, AIMIMના નેતાઓએ તેમની પ્રથમ જાહેર સભા અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ જનસભા થઈ સંબોધન કરતા AIMIM લીડર વારીશ પઠાણે જણાવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નિર્દેશ પર તેમને ગુજરાત આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગળ પાર્ટીની શું રણનીતિ રહેશે એ અંગે હાલ કંઈ જણાવવામાં આવ્યું નથી.
ઓવૈસીને રિપોર્ટ કરીશું
લોકોને સંબોધન કરતાં ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે, અમે અહીં ચૂંટણી પૂર્ણ તાકાતે લડીશું. અમે ટૂંક સમયમાં સ્થાનિક સંસ્થાઓની બેઠકો માટે ઉમેદવારો પણ જાહેર કરીશું. અહીંથી ગયા બાદ અમે અસદુદ્દીન ઓવૈસીને રિપોર્ટ કરીશું. નોંધનીય છે કે, રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટુ વસાવાની BTP-ઓવૈસીની AIMIM પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમામ બેઠકો પરથી લડવાની જાહેરાત કરી છે.