અમદાવાદ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં ભારે વરસાદના કારણે આ વર્ષે ખેડૂતોને પાકમાં મોટું નુકશાન થયું છે. જેથી રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં 3700 કરોડની ગ્રાન્ટ ખેડૂતો માટે મંજૂર કરી હતી. સહાય માટે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવી હતી. પરંતુ તેમાં માંડલ તેમજ વિરમગામ તાલુકાને બાકાત રાખવામાં આવ્યો હતો.
માંડલ-વિરમગામ તાલુકાને અતિવૃષ્ટિ પાક સહાયમાંથી બાકાત રખાતા ખેડૂતોમાં રોષ - farmers of Mandal-Viramgam taluk
માંડલ તેમજ વિરમગામ તાલુકાને અતિવૃષ્ટિની પાક સહાયમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે અંગે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કૃષિપ્રધાન આર સી ફળદુને રજૂઆત કરવામાં આવી હતી.
માંડલ-વિરમગામ તાલુકાને અતિવૃષ્ટિ પાક સહાયમાંથી બાકાત રખાતા ખેડૂતોમાં રોષ