અમદાવાદઃ 9મી એપ્રિલના રોજ અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 50 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. જે પૈકી સૌથી વધુ 31 કેસ શાહઆલમમાં શફી મંઝિલ વિસ્તારમાંથી આવ્યાં છે. ખૂબ જ ગીચ વસ્તી ધરાવતાં આ વિસ્તારમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ ક્લસ્ટર ક્વોરન્ટાઇન પણ કેટલીક બિલ્ડિંગને કરવામાં આવી છે.
નોંધનીય છે કે અમદાવાદમાં કુલ 50 કેસ નોંધાયા હતાં જે પૈકી 31 કેસ સૌથી વધુ દાણીલીમડા વિસ્તારમાં નોંધાયાં છે. રાજ્યમાં કુલ આંકડો 247 સુધી પહોંચ્યો છે.