ETV Bharat / state

Organ donation in Gujarat: આરોગ્ય પ્રધાને અંગદાતાના આંગણે જઈને પરિવારને આપી સાંત્વના - Health Minister Rishikesh Patel

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સ્થિત ભોજવા ગામે(Viramgam taluka Bhojwa village) અંગદાતા ભાવનાબેન ઠાકોરના આંગણે આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જઈ (Health Minister Rishikesh Patel)પરિવારજનોને સાંત્વના આપી હતી. આરોગ્ય પ્રધાને ભાવનાબહેનના પરિવારજનોને પ્રશસ્તિ પત્ર આપીને આ સેવાકાર્ય બદલ તેમના સ્વજનોનું સન્માન પણ કર્યું હતું.

Organ donation in Gujarat: આરોગ્ય પ્રધાને અંગદાતાના આંગણે જઈને પરિવારને સાંત્વના આપી

author img

By

Published : Feb 17, 2022, 6:20 PM IST

Updated : Feb 17, 2022, 6:37 PM IST

અમદાવાદઃ આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Health Minister Rishikesh Patel)અંગદાતા ભાવનાબહેન ઠાકોરના આંગણે જઈ પરિવારજનોને સાંત્વના આપી હતી. પ્રધાને અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સ્થિત ભોજવા ગામે (Viramgam taluka Bhojwa village)અંગદાતા ભાવનાબેન ઠાકોરના બેસણામાં હાજરી આપી હતી. આરોગ્ય પ્રધાને ભાવના બહેનના પરિવારજનોને પ્રશસ્તિ પત્ર આપીને આ સેવાકાર્ય બદલ તેમના સ્વજનોનું સન્માન પણ કર્યું હતું. પરિવારજનોએ કરેલા અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય રાજ્યના અનેક પરિવારો (Organ donation in Gujarat )માટે ઉદાહરણરૂપ બની રહેશે એવો ભાવ પ્રધાને આ ભાવુક ક્ષણે પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચોઃ અંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની

પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ ભાવનાબહેન ઠાકોર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital ) બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો હતો. અંગદાનમાં બે કીડની અને લિવરનું દાન પ્રાપ્ત થયું હતું. જે અંગો જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. જેના થકી જરૂરિયાત મંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે.

આ પણ વાંચોઃ Organ donation in Gujarat: સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન

Last Updated : Feb 17, 2022, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.