- ઔવેશી પાર્ટીના કાઉન્સિલરો માટે ઓફિસ બનાવવવામાં આવશે
- જમાલપુર બેઠક પર તમામ પેનલ અને મકતમપુરામાં ત્રણ ઉમેદવારની જીત
- તંત્ર દ્વારા તમામ પક્ષના લોકો માટેનું કાર્યલય બનાવવામાં આવશે
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત થતાં જ ભાજપ કોંગ્રેસની સાથે કોર્પોરેશનની ઓફિસમાં ઔવેશી પાર્ટીના કાઉન્સિલરો માટે ઓફિસ ઊભી કરાશે. કોર્પોરેશનની ઓફિસમાં ચોથા માળ વિપક્ષના નેતાની ઓફિસની સામે કોંગ્રેસના કાર્યાલય નાનું કરી તેની બાજુમાં એક કેબિન બનાવવામાં આવી રહી છે અને તેની બાજુમાં AIMIM પાર્ટી માટે કાર્યાલય ઉભું કરવામાં આવી રહ્યું છે.
AIMIM અને અપક્ષ ઉમેદવારની પણ ઓફિસ બનાવવામાં આવશે.
કોંગ્રેસના કાર્યાલયને નાનું કરી અને વચ્ચે પાર્ટીશન રાખી બાજુમાં એક કાર્યાલય ઉભું કરવામાં આવશે. જે કાર્યાલયમાં અપક્ષમાંથી ચૂંટાઈ આવેલા કાળુભરવાડને આપવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ તેમની બાજુમાં જ બે ઓફિસને એક કરી અને એ નવું કાર્ય બનાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં મેયર ડેપ્યુટી મેયર માટેની જાહેરાત બાળ તેના બોર્ડ બનાવવામાં આવશે. તો કોર્પોરેશનમાં ભાજપના 160 ઉમેદવારોની સંખ્યા નેપાળ પહોંચી છે. તો કોંગ્રેસમાંથી 24 AIMIMના 7 અને અપક્ષ ઉમેદવાર તરીકે એક બેઠક મળી છે. સ્થાનિક પ્રજાની ચૂંટણીમાં તેની પાર્ટીની જે રીતે દેખાવ કર્યો છે. તે જોતા તમામ કાર્યકર્તાઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, AIMIMને પણ કોર્પોરેશન ઓફિસમાં કાર્ય સોંપવામાં આવે તો તે જ વાતનું ધ્યાન રાખીને કોર્પોરેશન તંત્ર દ્વારા તમામ પક્ષના લોકો માટેનું કાર્યલય બનાવવામાં આવશે.