રામોલ સામુહીક દુષ્કર્મ ઘટનાને વધુ સમય વીત્યા છતાં પણ મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર છે. જેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આરોપીની શોધખોળ કરી રહી છે. તેમ છતાં પણ પોલીસને સફળતા મળી નથી. જેને લઈને NSUI દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આરોપીને બચાવવા માટે પોલીસ ધીમીગતીથી કામ કરી રહી છે. જ્યારે હજુ એક આરોપી કેમ નથી પકડ્યો તે બાબતે પણ સવાલો કરી રહ્યા છે.
જ્યારે હજુ એક આરોપી પોલીસની પકડથી દુર હોવાને કારણે NSUI આવતીકાલે વિધાર્થી કાર્યકર્તા સાથે રહી રાષ્ટ્રપતિને રામોલ સામુહીક દુષ્કર્મ મામલે પત્ર લખીને ફરિયાદ કરશે. સોમવારે બપોરે 12 કલાકે રામોલ સામુહીક દુષ્કર્મ મામલે યુથ કૉંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી સુભાષચંદ્ર બોઝ ગેટ પાસે રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખી ઘટનાની તપાસ CBIને સોંપવાની માગ કરશે. સાથે આ ઘટનાની તપાસ દબાવવા અને ધીમીગતીએ તપાસ કરતા અધિકારીઓ સામે તપાસ અને બળાત્કારીઓને ફાંસી આપવાની લેખિત માગ રાષ્ટ્રપતિને કરવામાં આવશે.